દેશમાં 24 કલાકમાં નોંધાયા 3.54 લાખ કેસ, 2800થી વધુ મોત

  • April 26, 2021 07:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારત હાલ કોરોના વાયરસની ભયાનક સુનામીનો સામનો કરી રહ્યું છે. રોજે રોજ દેશમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાય છે. છેલ્લા 24 કલાકમાં પણ રેકોર્ડબ્રેક કેસ દેશમાં નોંધાયા છે. સોમવારે ભારતમાં સાડા ત્રણ લાખથી પણ વધુ કેસ નોંધાયા હતા જ્યારે 2800થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. 

 

 

દેશમાં 24 કલાકમાં કુલ 3,54,653 કેસ નોંધાયા હતા જ્યારે 2806 લોકોના મોત થયા હતા. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 28,07,338 છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2,18,674 દર્દી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 1,42,96,753 દર્દી કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. જ્યારે કુલ કેસ 1,73,06,420 થઈ છે. અત્યાર સુધીમાં 1,95,118 લોકોએ પોતાના જીવ કોરોનાના કારણે ગુમાવ્યા છે. 

 

 

ઉલ્લેખનીય છે કે આજે પાંચમો દિવસ છે કે જ્યારે કોરોનાના કેસ 3 લાખથી વધુ નોંધાયા હોય. એટલે કે છેલ્લા 5 દિવસમાં જ દેશમાં કોરોનાના નવા કેસ 15 લાખથી પણ વધારે નોંધાયા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021