દર્દીઓની સંખ્યા વધતા તંત્ર દ્વારા વધુને વધુ હોસ્પિટલને કોરોના સારવાર માટે મંજૂરી

  • April 17, 2021 11:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેર-જિલ્લામાં વધુ ચાર હોસ્પિટલમાં નવા કોરોના બેડ ઉમેરાયા

 


કોરોનાનું સંક્રમણ રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યું છે અને ભાવનગરમાં પણ હોસ્પિટલના સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1200 ઉપર પહોંચી છે. આ સંજોગોમાં સારવાર માટે વધુ બેડની જરિયાતને ધ્યાનમાં લઈ જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સદવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ, તળાજાને કોરોનાના બેડ વધારવાની મંજૂરી અપાઇ છે. આ હોસ્પિટલોમાં 10 જનરલ બેડ અને એચ.ડી.યુ.ના 2 બેડ, આઈ.સી.યુ.ના વેન્ટિલેટર સાથે 1 બેડ અને એન.આઈ.સી.યુ.ના 1 બેડ, મળી કુલ 14 બેડની પરવાનગી સાથે કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી સાથે આરોગ્ય વિભાગની જોગવાઈઓ મુજબ સેગમેન્ટ-2 મુજબ કોવિડ કેર હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આઇસોલેશન અને સારવાર માટે આપવામાં આવી છે.

 


તેવી જ રીતે નિલકંઠ આરોગ્યધામ, તળાજાને પણ આરોગ્ય વિભાગની જોગવાઈઓ મુજબ કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આઇસોલેશન અને સારવાર માટે આપવામાં આવી છે. ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા તાલિકાની 3 હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા છે. જેમાં જનરલના 38, એચ.ડી.યુ.ની 18, આઈ.સી.યુ.ની 11, એન.આઈ.સી.યુ.ની 6 મળી કુલ 73 બેડ કોરોના માટે આરક્ષિત રખાયાં છે.

 


આ ઉપરાંત પુનિત મેડિકલ એન્ડ સર્જીકલ નર્સિંગ હોમ, એચ.સી.જી.હોસ્પિટલ અને અહેમદ-નૂર-વસૈલા, ભાવનગરને કોરોનાના બેડ વધારવાની મંજૂરી સંદર્ભે કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આપી છે. ઉપરોક્ત હોસ્પિટલોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જોગવાઈઓ મુજબ નિર્ધિરિત કરેલ દરે સારવાર આપવામાં આવશે. તેનાથી વધુ દર લઇ શકાશે નહીં. જો આવી જોગવાઈઓનું ઉલ્લંઘન થતું જણાશે તો આવી સંસ્થા કે વ્યક્તિ ભારતીય દંડ સંહીતા 1860 ની કલમ-45 હેઠળ દંડને પાત્ર ઠરશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS