સુરતથી ભાવનગર સહિત સૌરાષ્ટ્ર તરફની લકઝરી બસોના ભાડામાં વધારો

  • March 15, 2021 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિઝલ-પેટ્રોલના ભાવમાં વધારો થતા
સીંગલ સીટ અને સ્લીપરના ભાડામાં વધારો જાહેર કરતું એસોસિએશન

 


પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાને કારણે હવે સુરતથી ભાવનગર આવવુ-જવુ મોંઘુ બન્યુ છે. સુરત લક્ઝરી બસ એસોસિએશન દ્વારા પણ ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સાથે સાથે પેસેન્જરને બેસાડવાના નિયમોમાં પણ ફેરફાર કરાયા છે.

 


સુરત લક્ઝરી બસ એસો.ના પ્રમુખ ભગુભાઈ જિંડાએ જણાવ્યુ છે કે, પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો બસ માલિકોને ન પોસાતા ભાડામાં વધારાનો નિર્ણય કરાયો છે. આ બસ ભાડામાં વધારો 10 માર્ચથી અમલમાં મુકાયો છે. સૌરાષ્ટ્ર જવા માટે પહેલા સિંગલ સ્લિપર સીટનો ભાવ ા.500 હતો જે હવે 600 છે. રસ્તાના પેસેન્જરને લેતા પકડાશે તો તે બસના સંચાલક પાસેથી પાંચ હજાર દંડ લેવાશે. પિકઅપ પોઈન્ટ માટે વરાછા ચોપાટી, નાના વરાછા ઢાળ,સ્વામી મંદિર, વાલક પાટિયા પરથી જ પેસેન્જરોને પિક કરાશે. ગાડીમાં વર્દી હોય કે, કોઈ પ્રસંગમાં આપી હોય તો તેની ફરજિયાત એસોસિએશનમાં જાણ કરવી પડશે.

 


આ જ રીતે સુરતથી ભાવનગર, મહુવા, અમરેલી, ગારિયાધાર સહિત સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસની સિંગલ સ્પિલપર સીટના ભાવમાં 100નો વધારો કરાયો છે.  એસોસિએશનના ઉપ પ્રમુખ નિર્મળ ચાવડાએ કહ્યું કે, બસ એક ટ્રીપ મારે એટલે 270 લીટર ડિઝલ વપરાય છે. અલગ ટ પર 2400થી 3000 જેટલા ટોલનો ખર્ચ અને દર ટ્રીપમાં 3 હજાર ચૂકવવો પડે છે. જેેન લઈ બસના સંચાલકોને પોસાય તેમ નથી એટલે એસો. દ્વારા ભાવ વધારો કરાયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS