કોરોના પર થયેલા ખર્ચ માટે ઇન્કમટેક્સ છૂટ મળી શકે

  • January 12, 2021 11:22 AM 879 views

 

કેન્દ્ર સરકાર કોરોનાવાયરસ ને વિશેષ બીમારી ની શ્રેણી માં લઇ લેવાનો વિચાર કરી રહી છે અને સાથોસાથ કરદાતાઓને પણ મોટી રાહત આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. કોરોનાવાયરસ બીમારી માટે જેમણે ખર્ચ કર્યો છે તેમને આ ખર્ચ પર આવકવેરામાં છૂટ છાટ મળી શકે છે.


કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં આ મુજબની જાહેરાત કરી શકે છે અને આવકવેરા ધારાની કલમ 80 ડી ડી બી હેઠળ આ રાહતની જાહેરાત થઈ શકે છે તેવા સંકેતો મળ્યા છે. જો આમ થાય તો કોરોનાવાયરસ બીમારી પર ખર્ચો કરનારા લોકોને છૂટછાટ મળશે.


નાણા મંત્રાલય તરફથી એવા સંકેતો મળ્યા છે કે જે લોકો પાસે કોઈ પણ પ્રકારના આરોગ્ય કે મેડિકલ વીમા ઉપલબ્ધ નથી તેમને રાહત આપવાનો વિચાર થઈ રહ્યો છે અને આ લોકોએ કોરોનાવાયરસ બીમારી માટે ખર્ચ કર્યો હોય તેના પર આવકવેરા છૂટછાટ આપવા માટે સુધારા કરવામાં આવશે.


સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર કોરોનાવાયરસ ને વિશેષ બીમારીની શ્રેણીમાં લઈ લેશે અને તેવી પણ સંભાવના છે કે કોરોના ની સારવાર માટે અધિકતમ રૂપિયા એક લાખના ખર્ચ પર ટેક્સ ડિડક્શન મળી શકે છે. આ ટેક્સ છૂટ વર્તમાન નાણાકીય વર્ષ થી જ શરૂ કરી દેવાનો પણ વિચાર થઈ રહ્યો છે.


વર્તમાન સમયમાં પણ કેન્સર સહિત બે ડઝન જેટલી બીમારીઓના ખર્ચ પર ટેક્સમાં છૂટ આપવામાં આવી રહી છે અને હવે કોરોનાવાયરસ પર થયેલા ખર્ચમાં પણ છૂટ મળશે. કોરોનાવાયરસ ની મહામારી પર વધુ પડતો ખર્ચ કરવો પડે છે અને લોકો ભયંકર આર્થિક સંકટ અનુભવે છે અને આ હકીકતને ધ્યાનમાં રાખીને નાણામંત્રીએ બજેટમાં મોટી રાહત જાહેર કરી શકે છે.


આમ તો કેન્દ્રીય બજેટમાં મહામારી ને અનુલક્ષીને અર્થતંત્રના અનેક ક્ષેત્રોને રાહત આપવા માટે તૈયારી ચાલી રહી છે અને નિર્મલા દ્વારા બેઠકોનો દોર હજુ પણ ચાલી રહ્યો છે.
 કેટલીક રાહતો માટે વડાપ્રધાન ની સંમતિ લઇ લેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application