સુરતના જાણીતા કુબેરજી બિલ્ડર્સ ગ્રુપ પર આવકવેરા ખાતાના દરોડા

  • February 06, 2020 04:05 PM 18 views

સુરતના જાણીતા બિલ્ડર ગ્રુપ કુબેરજી ડેવલપર્સને ત્યાં આજે વહેલી સવારથી આવકવેરાના દરોડા પડયા છે. સુરત થઈ રાયભરમાં બહોળું નામ ધરાવતા કુબેરજી ગ્રુપ ની ઓફિસ તેમજ બિલ્ડર સાથે સંકળાયેલા અન્ય લોકોને ત્યાં આજે સવારથી દરોડાની કામગીરી શ થતાં બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી આવકવેરા વિભાગ સતત સક્રિય રહી કરોડો પિયાની કરચોરી ઝડપી રહ્યું છે. સૌરાષ્ટ્ર્રમાં પાંચ જેટલા સ્થળો પર આવકવેરા વિભાગે સર્વે હાથ ધર્યેા હતો ત્યારે ફરી આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્રારા સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખ્યાતિપ્રા કુબેરજી ગ્રુપ અને તેની સાથે સંલ ભાગીદારોને ત્યાં વિંગ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


આ સર્ચ ઓપરેશન માટે રાજકોટ અને સૌરાષ્ટ્ર્રમાંથી આવકવેરાની ટીમને ગઈકાલે જ બોલાવી લેવાઇ હતી. રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગ ના દસથી બાર અધિકારીઓ આ સર્ચમાં જોડાયા છે. સુરતમાં અનેક મહત્ત્વના પ્રોજેકટો કરનાર કુબેરજી ગ્રુપ દ્રારા આઈ ડી એસ સ્કીમ હેઠળ પિયા ૪૦ કરોડ બિન હિસાબી ડિકલેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વર્ષ ૨૦૧૬માં પણ આ ગ્રુપ પર આવકવેરા વિભાગે સર્ચ કયુ હતું. સુરતના સારોલી માં આવેલ લેન્ડ માર્કેટ પાસે વેલેન્ટાઇન( ટેકસટાઇલ માર્કેટ) ખાતે આ ગ્રુપ ની ઓફિસ આવેલી છે. વિંગ દ્રારા આ સર્ચમાં કરોડ પિયાની બિનહિસાબી સંપત્તિ બહાર આવે તેવી શકયતાઓ છે આવતા ઇન્વેસ્ટિગેશન વિંગ દ્રારા અમદાવાદના બિલ્ડર અને લેન્ડ ડેવલોપર્સ પર આવકવેરા વિભાગે તવાઈ ઉતારી હતી અને હવે સુરતમાં જાણીતા ગ્રૂપ પર આવકવેરાના દરોડાથી બિલ્ડર લોબીમાં ફફડાટ મચી ગયો છે.આ દરોડા સુરતમાં ટેકસટાઇલ ક્ષેત્રે રાજેશ પોદાર ગ્રુપ, રચના ગૃપના જે.પી.અગ્રવાલ અને અર્ણવ: સાવલિયા તથા તેમના સંહયોગીઓ ઉપર પાડવામાં આવ્યા છે.