આયકર વિભાગે આઈટીઆર ફોર્મ-1,4 માટે ઓફલાઈન સુવિધા પણ કરી શરુ
આયકર વિભાગે આઈટીઆર ફોર્મ-1,4 માટે ઓફલાઈન સુવિધા પણ કરી શરુ
April 06, 2021 09:49 AM
આયકર વિભાગે નાણાકીય વર્ષ 2020-21 માટે કરદાતાઓના ઈનકમ ટેક્સ રિટર્ન ફોર્મ 1,4 ભરવા માટે ઓફલાઈન સુવિધા શરુ કરી છે. ઓફલાઈન સુવિધા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ નવી પ્રૌદ્યોગિકી જાવા સ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન પર આધારિત છે.
ઓફલાઈન સુવિધા વિંડોઝ-7 અથવા તેના પછીના સંસ્કરણો સાથે કંપ્યૂટર પર ડાઉનલોડ કરી શકાય છે. આયકર વિભાગે ફાઈલિંગ માટે સંપૂર્ણ જાણકારી આપતાં કહ્યું છે કે ઓફલાઈન સુવિધા માત્ર આઈટીઆર-1 અને આઈટીઆર-4 માટે જ છે. ફોર્મ 4 સરળ પ્રારુપ છે જેનો ઉપયોગ મોટી સંખ્યામાં ઓછી આવકવાળા લોકો કરે છે.