ભાદર-૧, આજી-૧, મચ્છુ-૧ સહિત સૌરાષ્ટ્રના ૧૬ જળાશયોમાં ૦.૧૦ ફૂટથી એક ફૂટ સુધીની આવક

  • August 29, 2022 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રના કુલ ૮૨ ડેમમાંથી એક માત્ર રાજકોટના ન્યારી-૧ ડેમ સાઇટ ઉપર સાત મી.મી.વરસાદ




રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કુલ ૮૨ જળાશયોમાંથી ભાદર-૧, આજી-૧ અને મચ્છુ-૧ સહિતના ૧૬ ડેમમાં ગત સવારે આઠથી આજે સવારે આઠ સુધીના છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૦ ફૂટથી એક ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે, એકંદરે મેઘવિરામ વચ્ચે એક માત્ર રાજકોટના ન્યારી-૧ ડેમ સાઇટ ઉપર સાત મી.મી.વરસાદ નોંધાયો છે.


વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ભાદર-૧માં ૦.૧૦ ફૂટ, આજી-૧માં ૦.૨૬ ફૂટ, ઇશ્વરીયામાં ૦.૧૬ ફૂટ, ઘેલો સોમનાથમાં ૧.૦૨ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૧માં ૦.૩૦ ફૂટ, ડેમી-૧માં ૦.૧૩ ફૂટ, ડેમી-૨માં ૦.૧૬ ફૂટ, બ્રાહ્મણીમાં ૦.૩૦ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૦.૧૬ ફૂટ, જામનગર જિલ્લામાં સસોઈ ડેમમાં ૦.૯૫ ફૂટ, દ્વારકા જિલ્લામાં મીણસાર વાનાવડમાં ૦.૧૬ ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો-૧માં ૦.૨૦ ફૂટ, ફલકુમા ૦.૩૩ ફૂટ, વાંસલમાં ૦.૩૩ ફૂટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૧૬ ફૂટ અને અમરેલી જિલ્લાના સાંકરોલીમાં ૦.૧૦ ફૂટ પાણીની આવક થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application