વિશ્વના સૌથી ‘મોટેરા’ સ્ટેડિયમનું ઉદ્ઘાટન

  • February 24, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમિત શાહ, કિરણ રીજીજુ, રાજ્યપાલ દેવવ્રત સહિતનાની હાજરીમાં થયું ઉદઘાટન
સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકો બેસીને મેચ જોઈ શકે તેટલી ક્ષમતા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે શરુ થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેડિયમને આજે સવારે ખુલ્લું મુક્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રના રમતગમત મંત્રી કિરણ રીજીજુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત બીસીસીઆઈ, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. . રાષ્ટ્રપતિ કોવિંદથોડા સમય માટે મેચ નિહાળ્યો હતો અને ત્યાંથી સીધા અમદાવાદ એરપોર્ટ માટે રવાના થઇ દિલ્હી માટે રવાના થયા હતા.

 


આ પહેલા ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ એમ બંને દેશોની ક્રિકેટ ટીમ અહીં પહોંચી તો તમામ પ્લેયર્સ મોટેરાના આ સ્ટેડિયમની ભવ્યતા જોતા રહી ગયા હતા. . દુનિયાના ઘણાં દેશોમાં ફરી ચૂકેલ પ્લેયર બેન સ્ટોક્સ અને હાર્દિક પંડ્યા સહિતના દિગ્ગજ ક્રિકેટર્સ પણ મોટેરાના સ્ટેડિયમની ભવ્યતા જોઈને આકર્ષિત થઈ ગયાહતા.

 


અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એવા આ મોટેરાના સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકો બેસીને મેચ જોઈ શકે તેટલી ક્ષમતા છે. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમનો શુભઆરંભ ઇન્ડિયા-ઇંગ્લેન્ડ ડે-નાઈટ ટેસ્ટ મેચથી થયો છે. . કોરોનાના લીધે કુલ કેપેસિટીના 50% દર્શકોને પ્રવેશઆપવામાં આવ્યો છે. જ્યારે મોટેરાના જૂના સ્ટેડિયમમાં એકસાથે 53000 દર્શકો બેસીને મેચ જોવાનો આનંદ માણી શકતા હતા.

 


63 એકરમાં ફેલાયેલા મોટેરા સ્ટેડિયમમાં ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પૂલ છે અને 4 ડ્રેસિંગ રૂમ છે. આ સ્ટેડિયમના પરિસરમાં બોક્સિંગ, બેડમિન્ટન અને ટેનિસની અલગથી કોર્ટ છે. દરેક ડ્રેસિંગ રૂમ સાથે જિમ જોડાયેલુ છે જે ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા નથી મળતું.

 


ગુજરાત ક્રિકેટ એસોસિએશને મોટેરાના આ નવા સ્ટેડિયમના નિમર્ણિની જવાબદારી  કંપ્નીને સોંપી. એ પીએમ મોદી અને શાહના આ ડ્રીમ પ્રોજેક્ટને નક્કી કરાયેલા સમયમાં પૂરો કર્યો. જૂનું સ્ટેડિયમ તોડીને આ નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. રૂપિયા 700 કરોડના ખર્ચે આ નવું સ્ટેડિયમ તૈયાર થયું છે. હવે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS