સ્પીકરોની રાષ્ટ્રીય કોન્ફરન્સનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન: મહાનુભાવો હાજર

  • November 25, 2020 06:28 PM 332 views

મુખ્યમંત્રી પાણી, રાજ્યપાલ દ્વારા મહેમાનોનું સ્વાગત: ગુજરાતના સંસદ સભ્યો પણ પીઠાસિન અધિકારીઓની વાર્ષિક પરિષદના ઉદ્ઘાટન સત્રમાં જોડાયાં


કેવડીયા ખાતે યોજાઈ રહેલ 80મી અખીલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનુ ઉદ્ઘાટન કરવા આવી પહોંચેલા રાષ્ટ્રપતિ  રામનાથ કોવિદનુ વડોદરા વિમાની મથક ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, પ્રોટોકોલ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.


રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદજી વડોદરા હવાઈ મથકેથી સીધા જ હવાઈ માર્ગે કેવડીયા જવા રવાના થયા હતા.
કેવડીયા હેલીપેડ ખાતે રાષ્ટ્રપતિનુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન  હરિવંશ નારાયણ સિંઘ, અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આવકાયર્િ હતા.


રાષ્ટ્રપતિનુ ટેન્ટસિટી ખાતે આગમન થતા ઉપરાષ્ટ્રપતિ  વૈંકયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ  ઓમ બિરલા, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન  હરિવંશ નારાયણ સિંહ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  રાજેન્દ્ર ત્રિવેદી એ સ્વાગત કર્યું હતુ.


80મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનો રાષ્ટ્રગાનથી શુભારંભ કરાયો હતો.
ટેન્ટસિટી પરિસરમા લોકસભાના અધ્યક્ષ  ઓમ બિરલાની ઉપસ્થિતિમા વિવિધ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, અને લોકસભાના સચિવાલયના ઉચ્ચઅધિકારીઓ સાથે સમૂહ તસ્વીર લેવાઈ હતી.


છોટાઉદેપુર જિલ્લાના સજુલી ગામના આદિવાસી કલા વૃંદના ત્રણ યુવાનો આદિવાસી વેશભૂષામાં સુસજ થઈ ટેન્ટ સિટીના દ્વારે ઢોલ વાદન દ્વારા મહેમાનોને આવકારી રહ્યા છે.12 સદસ્યોની આ મંડળી સાંસ્કૃતિક સંધ્યામાં આદિવાસી રાઠવા નૃત્ય પણ પ્રસ્તુત કરી રહી છે.


ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકયાનાયડુજીનુ 10.47 કલાકે ટેન્ટ સીટી ખાતે આગમન. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજી, ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત.
લોકસભા સચિવાલય પરિવાર દ્વારા પરિષદના પ્રારંભ પૂર્વ લોકસભા અધ્યક્ષ  ઓમ બિરલા સાથે ફોટો સેશન યોજવામાં આવ્યું જેમાં ગુજરાત વિધાનસભાના યજમાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયાં. લોકસભાના મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ સહિત 22 સદસ્યોએ ફોટો દ્વારા પ્રસંગની સ્મૃતિ કાયમ કરી.


ગુજરાતના સંસદ સદયઓ પણ પીઠાસિન અધિકારીઓ ની 80 મી વાર્ષિક પરિષદના ઉદઘાટન સત્રમાં જોડાયાં.
1921 થી શરૂ થયેલી આ પરિષદ પરંપરા હેઠળ અત્યાર સુધી 100 વર્ષમાં 80 પરિષદ યોજાઇ છે. આ પરિષદના સમય પત્રકની સાથે 26મી નવેમ્બરે ઉજવાતા બંધારણ સ્વીકાર દિવસનો સુભગ સમન્વય એ પણ એક નોંધપાત્ર બાબત બની છે.


રાજ્યસભાના ઉપાધ્યક્ષ  હરિવંશ નારાયણ સિંઘ પણ ઉપસ્થિત.
પરિષદના આયોજન સાથે પ્રવાસીઓને કોઇ મુશ્કેલી ના પડે એનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે અગાઉથી બૂકિંગ કરનારા પ્રવાસીઓને કોઇ પણ તકલીફ નહોતી પડી. સવારના ખુશનૂમા માહોલમાં પ્રવાસીઓ એકતા નર્સરી, મુખ્ય કેનાલ, એકતા મોલ, પ્રાણી સંગ્રહાલય સહિતના સ્થળોએ પ્રવાસીઓ ટહેલતા જોવા મળ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application