વોર્ડ નં.1માં ભાજપના ત્રણેય ઉમેદવારોની બહુમતીથી જીતી

  • February 23, 2021 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે મોટાભાગે તમામ વોર્ડમાં ભાજપ્ના ઉમેદવારોને જંગી લીડ મળી છે. વોર્ડ નં.1ની વાત કરીએ તો ભાજપ્ના દુગર્બિા જાડેજા, ભાનુબેન બાબરિયા, હિરેન ખીમાણિયા અને અલ્પેશ મોરઝરિયાની પેનલને જીત મળી છે. કોંગ્રેસના જલ્પાબેન ગોહેલ, ડો.અમિત ભટ્ટ અને રેખાબેન ગેડિયા વચ્ચે સીધો મુકાબલો હતો. વોર્ડ નં.1માં ભરત આહિરનું ફોર્મ રદ થયા બાદ ડમી ઉમેદવારે પણ ચૂંટણી નહીં લડતા એક બેઠક તો બિનહરીફ થઈ ગઈ હતી.


આજે આવેલા પરિણામમાં દુગર્બિા જાડેજા, ભાનુબેન બાબરિયા, હિરેન ખીમાણિયા અને અલ્પેશ મોરઝરિયા પ્રથમ રાઉન્ડથી જ 1000થી વધુ મતે આગળ હતા. છેલ્લા રાઉન્ડમાં દુગર્બિા જાડેજાને 16051, ભાનુબેન બાબરિયા 15939, હિરેન ખીમાણિયા 16306 અને અલ્પેશ મોરઝરિયાને 18029 મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના જલ્પાબેન ગોહેલને 4387, ડો.અમિત ભટ્ટને 5614, રેખાબેન ગેડિયાને 4087 મત મળ્યા હતા આપ્ના પ્રદિપસિંહ ઝાલાને 5489, અશ્ર્વિન ફસારાને 5756, ગૌરીબેનને 5240 અને હંસાબેનને 4936 મત મળ્યા હતા. જયારે વોર્ડ નં.1માં એનસીપી પણ મેદાને હોય એનસીપીના પાયલબા વાઘેલાને 604, શક્તિ થોરેસાને 960 અને મોમભાઈ વને 646 મત મળ્યા હતા. 551 મત નોટાને મળ્યા હતા. આપ્ના ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારો કરતા વધુ મત મેળવી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS