વેરાવળમાં નજીવી બાબતે બઘડાટી, પોલીસ ઉપર પણ છરીથી હુમલો

  • June 19, 2021 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળમાં ચોપાટી સામે રાજેન્દ્રભુવન સર્કિટ હાઉસ પાછળના મફતિયા પરામાં ગઇકાલે નજીવી બાબતે બે શખસોને એક યુવાન સાથે થયેલી બોલાચાલી બાદ ટોળાંઓએ એકઠાં થઇને મફતીયાપરા ઉપરાંત હોસ્પિટલ ખાતે પથ્થરાબાજી અને પોલીસ ઉપર પણ હુમલો કરી બઘડાટી બોલાવી ભયનું સામ્રાજ્ય ફેલાવ્યા બાબતે સિટિ પોલીસ દ્વારા ૭ શખસો સહીતના ટોળાં સામે ગુનો નોંધી તોફાનીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઇ મધરાત બાદ બનેલા આ બનાવ અંગે રાજેન્દ્રભવન સર્કિંટ હાઉસ પાછળ આવેલા મફતિયાપરામાં રહેતા વીકી હરસુખભાઇ બામણીયાએ ફરિયાદ નોંધાવી હતી પોતે પોતાના ઘર નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે શાહરુખ કાળુશા ફકીર અને ફૈઝલ કાળુશા ફકીરે સામુ જોવા બાબતે બોલાચાલી કરી ગાળાગાળી કરી અને પંચથી હુમલો કર્યા હતો આ વખતે ઉદય વચ્ચે પડયો હતો તેની ઉપર પણ પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો બાદમાં આ શખસોએ અન્ય લોકોને બોલાવી આ વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો. જેમાં ઉદય સહિતના લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડયા હતાં ત્યારે ટોળાંએ હોસ્પિટલ ખાતે પણ ધસી જઇ બઘડાટી બોલાવી હતી અને ત્યાં રહેલા વિજય બાલંભી, રાજુ ચુડાસમા, બાવાજી જતીનબાપુ વગેરેને પણ પથ્થરમારો, છરીથી હુમલો કર્યો હતો.

દરમિયાન પોલીસ હોસ્પિટલે પહોંચી જતાં ટોળાંને વિખેરવાનો પ્રયાસ કરાતા ટોળાંએ પોલસ ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં કોન્સ્ટેબલ હિતેશભાઇને છરીથી શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજા થતાં તેમને પણ લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડવા પડયા હતાં. દરમિયાન વધુ પોલીસ આવી જતાં ટોળું વિખેરાઇ ગયું હતું અને આ બનાવ અંગે સિટી પીઆઇ વી.ડી.પરમારે ફરિયાદ નોંધી હતી જેમાં શાહ‚ખ ફકીર, ફૈઝલ ફકીર ઉપરાંત જાવીદ હગરો, અઝ‚દ્દીન, અલ્તાફ અબાડો, મોહસીન છુરી, તૌસીફ કાટો વગેરે સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૯૫, ૩૩૨, ૩૩૩, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૨૦બી મુજબ ગુનો નોંધી તોફાનીઓને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application