બે દિવસમાં 6 કરોડ નોકરિયાતોના PF ખાતામાં 8.5% વ્યાજ જમા થશે

  • July 29, 2021 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી એક કે બે દિવસમાં નોકરિયાતો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. PF એકાઉન્ટ ધારકોને આ અઠવાડિયામાં 8.5 ટકા વ્યાજની રકમ મળી શકે છે. જો તમે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના સભ્ય છો, તો તમને ફાયદો થશે. મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજને મંજૂરી આપી છે. સૂત્રો અનુસાર PF ના નાણાં જુલાઈના અંત સુધીમાં મળી શકે છે. એટલે કે 31 જુલાઈ સુધી પીએફ એકાઉન્ટ ધારકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના PF ખાતામાં પૈસા આવશે.

 

શ્રમ મંત્રાલયની મંજૂરી પછી ઇપીએફઓના સબસ્ક્રાઇબર્સના ખાતામાં 8.5 ટકાના દરે નાણાં જમા થશે. નાણાકીય વર્ષ 2019-20માં છેલ્લી વખત KYC ની સમસ્યાઓના કારણે ઘણા સબ્સ્ક્રાઇબર્સને લમ્બો સમય રાહ જોવી પડી હતી. EPFO એ 2020-21 નાણાકીય વર્ષના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યા વિના 8.5 ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા 7 વર્ષમાં આ સૌથી નીચો વ્યાજ દર છે. અગાઉ વર્ષ 2012-13માં સરકારે 8.5 ટકાના દરે વ્યાજ આપ્યું હતું.ખાતામાં પૈસા જમા થવાના અહેવાલો બાદ ચોક્કસ દરેક ખાતા ધારક આ રકમ પોતાના ખાતામાં આવી કે નહિ તે જાણવા ઉત્સુક રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021