એકલતા વ્યક્તિને માનસિક રીતે બીમાર બનાવી શકે છે, આ વાત પણ વખતો વખત થયેલા અભ્યાસમાં સામે આવી છે. જ્યારે પરિવાર સાથે રહેતા લોકો વધુ ખુશ રહે છે. સંયુક્ત કુટુંબ એ ખૂબ મોટી સપોર્ટ સિસ્ટમ છે. સંયુક્ત પરિવારમાં રહેતા લોકો માત્ર ખુશ નથી હોતા પણ આવા પરિવારમાં બાળકોનો ઉછેર પણ ખૂબ જ સારી રીતે થાય છે, વૃધ્ધો એકલતા અનુભવતા નથી. સંયુક્ત કુટંબમાં લોકો સુખ વહેચી બમણુ કરી શકે છે અને દુ:ખ વહેચી અડધુ કરી શકે છે. જો કે દરેક વખતે સિક્કાની બે બીજુ તો હોય છે. એટલે કે જયાં ફાયદા રહેલા હોય ત્યાં ગેરફાયદા પણ જોવા મળી શકે છે.
સંયુક્ત કુટુંબમાં અલગ-અલગ વિચારો ધરાવતા લોકો એક જ છત નીચે રહે છે, તેથી સ્વાભાવિક છે કે તેમના મંતવ્યો ઘણી બાબતોમાં અલગ-અલગ હોઈ શકે. જેના કારણે ઘણી વખત ઝઘડો થાય, અને ક્યારેક વાતચીત પણ અટકી જાય પરંતુ આ બાબતોને લંબાવવાથી પરિવારનું વાતાવરણ બગડી શકે છે તેથી જો તમે સંયુક્ત પરિવારમાં રહીને ખુશ રહેવા ઇચ્છતા હોવ તો આ બાબતો ધ્યાનમાં રાખો, જે તમને મદદ કરશે કૌટુંબિક એકતા અને સુખમાં વધારો કરવા માટે.
સાથે સમય પસાર કરો
સામાન્ય રીતે આપણે સપ્તાહના પ્રથમ દિવસે રજાનું આયોજન કરતા હોઇએ છીએ. જેમાં મોટાભાગના લોકોના લિસ્ટમાં સૌથી છેલ્લે પરિવાર સાથે સમય વિતાવવાનું આવતું હોય છે. જે ખોટું છે. તમારા કિમતી અને વ્યસ્ત સમયપત્રકમાંથી તમારા પ્રિયજનો માટે થોડો સમય કાઢવો જરૂરી છે. તેમની સાથે બેસી અને તેમના અનુભવો અને પ્રતિભાઓને જાણવાનો પ્રયાસ કરો, જે તમારા ભાવિ જીવનમાં ખૂબ ઉપયોગી થશે.
વાતચીત કરવી જોઇએ, ઝઘડો નહીં
સ્વાભાવિક છે કે સાથે બેસીએ તો વાતચીત થશે, પણ વાતચીતનું વાતાવરણ હળવું રાખવું જોઇએ. એવો વિષય પસંદ ન કરો કે જેના પર લડાઈ થવાની પૂરી શક્યતા રહે બલ્કે એવો વિષય પસંદ કરો કે જેમાં ઘરના વડીલોથી લઈને બાળકો સુધી બધા ભાગ લઈ શકે. એકતા અને આનંદ વધારવા માટે આ પ્રવૃત્તિ ખૂબ જ સારી છે.
માત્ર બોલો નહીં પણ સાંભળો
આજકાલ યુવા પેઢી માને છે કે તેમની પાસે વધુ જ્ઞાન છે અને તેઓ વધુ સ્માર્ટ છે, પરંતુ દાદા-દાદી વિશે વિચાર કરો તો તેમણે દુનિયા જોઇ છે. વ્યવહારુ દુનિયાના અનુભવનું ભાથુ તેઓ ધરાવે છે. આથી, તેમની પાસે અનુભવ અને જ્ઞાન કઇ ઓછા નથી અને તેમના સૂચનો કે સલાહ ભવિષ્યમાં ઘણી જગ્યા પર ઉપયોગી થઇ શકે છે. આથી, ક્યારેક શાંતિથી બેસીને તેમને સાંભળવા જોઇએ. જ્યારે પરિવારના વડીલો સાથે સમય વિતાવી તેમની વાતને રસપૂર્વક સાંભળવામાં આવે તો તેઓને પણ ખૂબ ગમે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech