ખાનગી માર્કેટમાં રસીનો એક ડોઝ રૂપિયા 1000માં પડશે

  • April 21, 2021 09:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં પહેલી મેથી રસીકરણ વિસ્તૃત બનશે, સરકારી ભાવ કરતા ખુલ્લા બજારમાં વધુ ભાવ હશે

 


કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ની સામે દેશ કરી રહ્યો છે અને કેન્દ્રસરકાર દ્વારા શરૂ થયેલ રસીકરણ અભિયાન હવે પહેલી મેથી વિસ્તૃત બનવાનું છે ત્યારે હવે ખાનગી માર્કેટમાં રસીના એક ડોઝ નો ભાવ રૂપિયા 700થી રૂપિયા 1000 સુધી રહી શકે છે.

 


દેશમાં ખુલ્લા બજારમાં રસીના ભાવ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ એમ માનવામાં આવે છે કે તેનો ભાવ સરકારી રેટ કરતાં ઘણો વધુ હશે. જો કે રસી નિમર્તિા કંપ્નીઓ કેન્દ્ર સરકારને રૂપિયા 250 ના એક ડોઝના ભાવથી રસી નું વેચાણ કરી રહી છે.

 


સત્તાવાર અહેવાલ મુજબ જ્યારે માર્કેટમાં રસી પૂરતા પ્રમાણમાં આવશે તો તેની કિંમત વધી જશે અને અત્યંત ગરીબ માણસોને કદાચ તે ખરીદવા પોસાય નહીં એવું પણ બની શકે છે. સાથોસાથ રશિયાની રસી આયાત કરવાની તૈયારી માં લાગેલી કંપની ડોક્ટર રેડ્ડીઝ દ્વારા એવો સંકેત આપવામાં આવ્યો છે કે આ વિદેશી રસી નો ભાવ રૂપિયા 750 હોઈ શકે છે જોકે તેના વિશે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 


દરમિયાનમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે રાજ્ય સરકારો પોત પોતાની જરૂરિયાત પ્રમાણે રસી ની ખરીદી કરી શકશે અને ડાયરેક્ટ કંપ્નીનો સંપર્ક કરી શકશે અને એમ કરીને પોતાના રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં રસીકરણ અભિયાન ચલાવી શકશે.

 


ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશને કરેલા સંબોધનમાં દરમિયાન એમ કહ્યું હતું કે રસીકરણ અભિયાન દુનિયામાં સૌથી સસ્તુ ભારતમાં થયું છે અને દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન પણ ભારતમાં જ થયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS