રાજકોટમાં કોરોનાનો કહેર, બપોર સુધીમાં 45 કેસ, બે મોત

  • March 19, 2021 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨ાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કો૨ોનાએ બે વ્યકિતના જીવ લીધા છે.  અને બપોર સુધીમાં ૪૫ કેસ સામે આવ્યા છે. વધતાં સંક્રમણના કા૨ણે પોઝીટીવ કેસ પણ દિવસેને દિવસે વધી ૨હી છે. જેને લઈ સ૨કા૨ી અને ખાનગી હોસ્પિટલમાં સા૨વા૨ લઈ ૨હેલાં દર્દીઓની સંખ્યામાં પણ વધા૨ો થઈ ૨હયો છે. ફ૨ી કો૨ોનાની સ્થિતિ પહેલાંની જેમ વક૨તી જણાતાં લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

 

 

૨ાજકોટમાં ફેબ્રુઆ૨ી માસમાં કો૨ોનાના કેસ નહીંવત બનતાં કો૨ોના જવું જવું થઈ ૨હયો હોય તેવું જણાતું હતું. પ૨ંતુ તાજેત૨માં યોજાયેલી સ્થાનિક સ્વ૨ાજયની ચૂંટણીના કા૨ણે સ૨કા૨ે લાદેલા આક૨ા નિર્ણયો અને ગાઈડલાઈનને હળવી ક૨ી નેતાઓ માટે છુટછાટ ક૨ી દેતાં તેના પ૨િણામે ફ૨ી કો૨ોના વકર્યેા છે. અને તેનો ભોગ આમ જનતાં બની ૨હી છે. ચૂંટણીઓના પ૨િણામ અને પદાધિકા૨ીઓને ખુ૨શીઓ સોંપાયા બાદ ફ૨ીથી હવે સ૨કા૨ને કો૨ોનાના કેસ વધતાં હોવાનું ધ્યાને આવતાં તંત્રને દોડાવવાનું શ ક૨વામાં આવ્યું છે. ૨ાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી કો૨ોનાના કેસ સ૨કા૨ી આંકડાઓમાં દર્શાવવામાં આવી ૨હયાં છે તે પણ ચિંતાકા૨ક છે. વધતાં કેસની સાથે મૃત્યુની સંખ્યા પણ વધે તેવી શકયતાં સેવાઈ ૨હી છે.

 


છેલ્લા ૨૪ કલાકમાં તંત્રની કામગી૨ી ત૨ફ નજ૨ ક૨ીએ તો ૨ાજકોટ મહાપાલિકાએ શહે૨માં ૪૨૪ અને જિલ્લા આ૨ોગ્ય વિભાગે ગ્રામ્ય વિસ્તા૨માં ૩૩ ઘ૨કુટુંબને કવ૨ કર્યા હતાં. શહે૨માંથી શ૨દી, ઉધ૨સના લાણ હોય તેવા ૯૯ અને ગ્રામ્ય વિસ્તા૨માંથી ૭૪ કેસ મળી આવ્યાં હતાં.

 


હાલની પ૨િસ્થિતિ લોકોએ જ સજાગતા ૨ાખવા સિવાય કોઈ વિકલ્પ ૨હયો નથી તેવી ઉદ્રભવી છે. રાજકોટ શહેરમાં માર્ચ મહિનાના અંતથી કોરોનાનો ત્રીજો રાઉન્ડ ફરી શરૂ થઈ ગયો છે. શહેરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. આજે બપોર સુધીમાં વધુ ૪૫ પોઝિટિવ કેસ મળી આવતાં મહાપાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોરોના ટેસ્ટ માટેના વ્હિકલ્સ ફરી દોડવા લાગ્યા છે. એક તરફ કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવ્યું છે, બીજી બાજુ વેકિસનેશનની ઝડપ પણ વધારી દેવાઈ છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે શહેરમાં ૨૮૭૩ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૯૮ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. યારે આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વધુ ૪૫ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આજ સુધીમાં કુલ ૧૭૨૯૭ કેસ મળ્યા છે જેમાંથી ૧૬૭૫૫ દર્દીઓ સાજા થઈ ગયા છે. રાજકોટનો રિકવરી રેઈટ ૯૭.૧૧ ટકા અને પોઝિટિવિટી રેઈટ ૨.૭૪ ટકા રહ્યો છે.

 


એક તરફ કોરોના ટેસ્ટની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે તેની સામે વેકિસનેશનની કામગીરી પણ ઝડપી બનાવાઈ છે. આજે બપોર સુધીમાં ૧૫૫૯ નાગરિકોને વેકિસનેશન કરાયું હતું.

 

 

કોરોનાની ચેઈન તોડવા શહેરીજનો સહકાર આપે: મેયર

 


રાજકોટ મહાપાલિકાના નવનિયુકત મેયર ડો.પ્રદીપ ડવએ શહેરીજનોને અપીલ કરતાં જણાવ્યું છે કે, કોરોના વાયરસની ચેઈન તોડવા માટે શહેરીજનો સહકાર આપે. તંત્રવાહકોના પ્રયાસો અને શહેરીજનોના સહકારથી જ કોરોનાને પરાજિત કરી શકાશે. ખાસ કરીને 60 વર્ષથી વધુ વયના નાગરિકો તેમજ 45થી 59 વર્ષની વયના કોમોર્બિડ નાગરિકોને વેક્સિન લેવા તેમણે અનુરોધ કર્યો છે. વધુમાં મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવા અને શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ આરોગ્ય કમિટીના ચેરપર્સન ડો.રાજેશ્ર્વરીબેન ડોડિયાએ શહેરીજનોજોગ જણાવ્યું છે કે, રાજ્યમાં તેમજ રાજકોટમાં ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા છે ત્યારે કોરોના વાયરસની ચેઈન તોડવા માટે શહેરીજનો સહકાર આપે તે ખુબ જરી છે. દરેક નાગરિકો પોતાની તેમજ પોતાના પરિવારની તકેદારી લે. રાજકોટ મહાનગરપાલિકા અગાઉની જેમ જ કામગીરી કરી રહી છે. ખાસ કરીને કોરોના સામેની વેક્સિનેશનની કામગીરી ઝડપી ચાલી રહી છે ત્યારે 60 કે તેથી વધુ વયના સિનિયર સિટીઝન્સ તેમજ 45થી 59 વર્ષ સુધીની વયના હોય પરંતુ અન્ય રોગ ધરાવતા હોય તેવા કોમોર્બિડ નાગરિકો વહેલામાં વહેલીતકે વેક્સિન મેળવી લે તે માટે તેમણે અનુરોધ કર્યો છે. શહેરના કોઈપણ નાગરિકને તાવ, શરદી, ઉધરસના લક્ષણો જણાય તો તુરંત જ કોરોના ટેસ્ટ કરાવી લે તે હિતાવહ છે. જો ઝડપથી ટેસ્ટ કરાવશે તો જ અન્ય લોકો સંક્રમિત થતાં અટકશે. આગામી દિવસોમાં જર પડયે કોરોનાના વધુ ટેસ્ટ બૂથ પણ શ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS