'વશ'ની હિન્દી રીમેકમાં અજય અને આર. માધવન સાથે લીડ રોલ માટે અભિનેત્રીનું નામ પણ થયું ફાઇનલ

  • May 15, 2023 12:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજુ ગત ફેબ્રુઆરીમાં જ રિલીઝ થયેલી હોરર ગુજરાતી ફિલ્મ 'વશ' એક બેસ્ટ ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ બની છે. હવે સમાચાર આવી રહ્યા છે કે વશની હિન્દી રિમેક બનવા જઈ રહી છે. જેમાં અજય દેવગન લીડ રોલમાં જોવા મળશે અને આ ફિલ્મનું નિર્દેશન ક્વીન અને સુપર 30ના નિર્દેશક વિકાસ બહલ કરશે. આ વાત પણ કન્ફર્મ થઈ ગઈ છે કે આર માધવન પણ ફિલ્મનો મહત્વનો ભાગ છે. નિર્માતા કુમાર મંગત હાલમાં લંડનમાં છે અને શૂટિંગ લોકેશન્સ શોધી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ફિલ્મ વશની રિમેકનું શૂટિંગ આ વર્ષે જૂન સુધીમાં શરૂ થશે. લંડન સિવાય મુંબઈ અને મસૂરીમાં પણ તેનું શૂટિંગ થશે.

ત્યારે હવે અહેવાલો મુજબ ફિલ્મના બે મહત્વના કિરદાર નક્કી થઈ ચૂક્યા છે ત્યારે લીડ રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી જે પણ હવે પૂરી થઈ ચૂકી છે.  ગુજરતી ફિલ્મમાં અભિનેત્રીના અભિનય બાદ ટીમે જાનકી બોડીવાલાની જ વરણી કરો છે.


 'વશ' એ કૃષ્ણદેવ યાજ્ઞિક સાથેની જાનકીની ત્રીજી ફિલ્મ હતી, જેમણે તેણીને તેની પ્રથમ ફિલ્મ 'chhello દીવાસ' માં દિગ્દર્શન કર્યું હતું. ગુજરાતી સિનેમાની ખૂબ જ લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેત્રી છે.


અજય જૂનમાં મુંબઈ, મસૂરી અને લંડનમાં 45 દિવસના શેડ્યૂલમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરે છે, જેનું નિર્માણ તેના સૌથી વિશ્વાસુ લેફ્ટનન્ટ દ્વારા કરવામાં આવશે.

ગુજરાતી ફિલ્મ 'વશ'માં હિતેન કુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ અને આર્યન સંઘવીએ અભિનય કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application