નાણાકીય વર્ષ 2020-21માં એસ્સાર પાવર હઝિરાનો ચોખ્ખો નફો 113 ટકા વધીને રૂા. 128.63 કરોડ થયો

  • June 25, 2021 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2020-21 માં કુલ આવક રૂા. 427.19 કરોડ જે ગત વર્ષ 2019-20 માં રૂ. 419.52 કરોડ હતીઃ પીએટી વાર્ષિક ધોરણે 113 ટકા વધીને રૂા. 128.63 કરોડ થયોઃ એબીડટા વાર્ષિક ધોરણે 7 ટકા વધીને રૂા. 327.39 કરોડ થયો

મુંબઈ, 24 જૂન, 2021: એસ્સાર પાવર લિમિટેડની કંપની અને ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રથમ સ્વતંત્ર વીજ ઉત્પાદકો પૈકીની એકની કંપની એસ્સાર પાવર હઝિરા લિમિટેડએ 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-21 માટે એના પરિણામોની જાહેરાત કરી હતી.

 

નાણાકીય વર્ષ 2020-21 માટે પીએટી 113 ટકા વધીને રૂા. 128.63 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂા. 60.44 કરોડ હતો. નાણાકીય વર્ષ 2020-21માં કુલ આવક રૂા. 427.19 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂા. 419.52 કરોડ હતી. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીની એબીડટા 7 ટકા વધીને રૂ. 327.39 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 305.02 કરોડ હતી. અત્યાર સુધી ઋણનો 40 ટકા હિસ્સો ધિરાણકારોને ચુકવી દેવાયો છે. કંપની ચાલુ નાણાકીય વર્ષમાં ઊંચું ક્રેડિટ રેટિંગ મેળવવા આતુર છે.

 

આ પરિણામો પર એસ્સાર પાવર લિમિટેડના સીઇઓ કુશ એસએ કહ્યું હતું કે, “મહામારી શરૂ થવાની સાથે અને એનાથી પ્રેરિત લોકડાઉન લાગુ થવાની સાથે આવશ્યક સેવા તરીકે વીજ ઉદ્યોગને આપણા અર્થતંત્રને ધબકતું રાખવા વધારે કામગીરી કરવાની ફરજ પડી હતી. અમે આ કસોટીના સમયમાં દેશને પ્રદાન કરવા પર ગર્વ અનુભવીએ છીએ. કામગીરીના દ્રષ્ટિકોણથી એસ્સાર પાવર હઝિરાએ સાતત્યપૂર્ણ વૃદ્ધિ પ્રદાન કરી છે અને વર્ષ દરમિયાન પ્લાન્ટ ઉપલબ્ધતા 94 ટકા જાળવી રાખી છે. એસ્સાર પાવર હઝિરા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડને સૌથી નીચા દરે સૌથી વધુ વિશ્વસનિય અને સતત વીજળીનો પુરવઠો પ્રદાન કરે છે.”

 

એસ્સાર પાવર ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌપ્રથમ સ્વતંત્ર વીજ ઉત્પાદક કંપનીઓ પૈકીની એક છે, જે 25 વર્ષથી વધારે સમયથી કામગીરીનો સફર ટ્રેક રેકોર્ડ ધરાવે છે. કંપની અત્યારે 2100 મેગાવોટની વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે, જેમાં સલાયા ગુજરાતમાં એસ્સાર પાવર ગુજરાત (1200 મેગાવોટ થર્મલ), હઝિરા ગુજરાતમાં એસ્સાર પાવર હઝિરા (300 મેગાવોટ વેસ્ટ ટૂ એનર્જી), હઝિરા ગુજરાતમાં એસ્સાર પાવર (515 મેગાવોટ ગેસ આધારિત) અને અલ્ગોમા, કેનેડામાં અલ્ગોમા (85 મેગાવોટ થર્મલ) સામેલ છે. એસ્સાર પાવરે પાવર ટ્રાન્સમિશન બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે તથા 464-કિલોમીટર આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમની માલિકી અને સંચાલન ધરાવે છે, જે ત્રણ ભારતીય રાજ્યોમાં પથરાયેલું છે. પોતાની અશ્મિભૂત ઇંધણ અસ્કયામતોમાંથી મોટા ભાગની અસ્કયામતોના ઉપયોગ સાથે એસ્સાર પાવરે સોલાર, વિન્ડ, સોલાર-વિન્ડ હાઇબ્રિડ, સ્ટોરેજ અને ગ્રીન હાઇડ્રોજનના રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS