શ્રીલંકાના ડેરી સેક્ટરની આર્થિક કટોકટીમાં ગુજરાત માંથી થશે મદદ, બન્ને દેશોની કંપનીએ કર્યા કરાર

  • October 11, 2023 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દૂધ અને દૂધની બનાવટોની આયાત માટે લંકા ગુજરાત પર નિર્ભર 
​​​​​​​ડેરી ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ આજીવિકાના ઉત્થાન તરફ આ પ્રોજેક્ટ એક મોટું પગલું



શ્રીલંકાનું ડેરી સેક્ટર હાલમાં સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે આ ટાપુ રાષ્ટ્રમાં પરિવર્તનની શરૂઆત કરવા માટે તૈયાર છે. શ્રીલંકા તેની દૂધ અને દૂધની બનાવટોની જરૂરિયાતના ૬૦% આયાત ભારતની શ્વેત ક્રાંતિનું પારણું ગણાતા ગુજરાતમાં તૈયાર કરવામાં આવ્યું છે.


આણંદમાં હેડક્વાર્ટર ધરાવતું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, ભારતની ડેરી વિકાસ માટેની સર્વોચ્ચ સંસ્થા અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે બ્રાન્ડ અમૂલનું માર્કેટિંગ કરે છે, તે જોઈન્ટ વેન્ચર કંપનીમાં બહુમતી હિસ્સો હસ્તગત કરશે. સૂત્રો મુજબ  શ્રીલંકા હાલમાં સરકારી માલિકીની સંસ્થા મિલ્કો દ્વારા સંચાલિત ડેરી ફાર્મ અને તેની બ્રાન્ડ હાઈલેન્ડને નવા સંયુક્ત સાહસ હેઠળ લાવવાની યોજના ધરાવે છે.


શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ગયા વર્ષે એનડીડીબી સાથે કામ કરવા તથા સ્થાનિક દૂધ ઉત્પાદન વધારવા અને આયાતી દૂધ પાવડર પર નિર્ભરતા ઘટાડવાનો રોડમેપ તૈયાર કરવા માટે દેશના જાહેર અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથેની એક સમિતિની નિમણૂક કરી હતી. એનડીડીબીના ચેરમેન ડૉ. મીનેશ શાહે જણાવ્યું હતું કે, “ભારત અને શ્રીલંકાની સરકારો વચ્ચે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે વિગતો એક અઠવાડિયામાં આખરી થઈ જશે કારણ કે અમે જરૂરી કરાર પૂર્ણ કરવાની નજીક છીએ. શેરહોલ્ડર્સ માટેના કરાર પર હાલ કામ ચાલી રહ્યું છે, જે એક સંયુક્ત સાહસની રચના માટે હશે જેમાં ભારતીય તેમજ શ્રીલંકાના શેરહોલ્ડર્સ હશે."

જીસીએમએમએફના વાઇસ-ચેરમેન વાલમજી હુંબલે જણાવ્યું હતું કે એનડીડીબી અને જીસીએમએમએફ પાસે નવા સાહસમાં ૫૧% હિસ્સો હશે, જ્યારે શ્રીલંકા ૪૯%ની માલિકી ધરાવતા સ્થાનિક શેરહોલ્ડર્સ હશે. જીસીએમએમએફ, જે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ જેવા વ્યાપારી પાસાઓનું સંચાલન કરશે, તે બિઝનેસ પ્લાન અને નાણાકીય વિગતો તૈયાર કરી રહ્યું છે. એનડીડીબી ડેરી ક્ષેત્રના વિકાસના ફેકટર્સ જેમ કે સહકારી સંસ્થાઓની સ્થાપના, સંવર્ધન, ઘાસચારો, પોષણ વગેરેની કાળજી લેશે. આ પ્રદેશમાં ડેરી ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ આજીવિકાના ઉત્થાન તરફ આ એક મોટું પગલું હશે.”

જો કે, આવી ભાગીદારી શ્રીલંકા માટે નવી નથી. શ્રીલંકાના ભૂતપૂર્વ પ્રમુખ ચંદ્રિકા બંદરનાઈકે કુમારતુંગાએ ભારતની શ્વેત ક્રાંતિના જનક સ્વર્ગસ્થ ડૉ. વર્ગીસ કુરિયનને આમંત્રણ આપ્યું હતું જેના કારણે ૧૯૯૮માં 'કિરિયા મિલ્ક ઈન્ડસ્ટ્રીઝ ઑફ લંકા (પ્રાઈવેટ) લિમિટેડ'ની રચના થઈ હતી. પરંતુ કેટલાક મુદ્દાઓને પગલે, પ્રોજેક્ટ શરૂ થયો ન હતો જેના પછી એનડીડીબીએ કરારમાંથી પાછળ હટ્યું હતું  અને તમામ સંપત્તિઓ અને જવાબદારીઓ મીલ્કોને ટ્રાન્સફર કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application