પંદર દિવસમાં ભાવનગર રેન્જમાં લોકોએ માસ્ક ન પહેરી 1.06 કરોડનો પોલીસને કર્યો ચાંદલો

  • April 21, 2021 11:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ દ્વારા માસ્ક ડ્રાઈવને વધૂ સઘન બનાવાઈ: લોકોને દંડથી બચવા કરી અપીલ

 


ભારત સરકાર તથા ગુજરાત સરકાર કરવામાં આવેલ લોકડાઉન, અનલોક તથા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 30 એપ્રિલ સુધી ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોમાં નાઇટ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવેલ છે. લોકોએ પોતાના ઘરથી બહાર નિકળતી વખતે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે કઇ -કઇ તકેદારી રાખવી જોઇએ તે માટે ગુજરાત સરકાર દ્વારા ગાઇડલાઇન નિર્દિષ્ટ કરવામાં આવેલ છે તેમ છતાં અમુક લોકો દ્વારા જાહેરનામાનો ભંગ કરતા જણાઇ આવતા ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત છેલ્લા 15 દિવસમાં ભાવનગર રેન્જ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી રૂ.1.06 કરોડનો દંડ વસૂલવામાં આવેલ છે.

 


ભાવનગર રેન્જમાં માસ્ક ન પહેરનાર 10623 કેસો કરી રૂ.1,06,23,000 નો દંડ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર કેસ-5420 અને દંડ રૂ.54,20,000, અમરેલીમાં કેસ-4071 અને દંડ રૂ.40,71,000 તથા બોટાદમાં કેસ-1132અ અને દંડ રૂ.11,32,000 વસુલાયો હતો.  આ ઉપરાંત આઈપીસીની કલમ 188, 269, 270, 271 અને એપેડેમિક ડીસીસ એકટ હેઠળ કુલ 1707 ગુન્હા દાખલ કરી 1649 આરોપી અટક કરવામાં આવેલ છે આમાં ભાવનગર 996 કેસ સાથે 936 આરોપી અટક, અમરેલીમાં 447 કેસ અને આરોપી અટક-448, બોટાદમાં 264 કેસ અને 265 આરોપી અટક કરાયા છે.

 


 ભાવનગર રેન્જમાં મોટર વ્હીકલ એક્ટ 207 મુજબ 1116 વાહનો ડીટેઇન કરી રૂ. 17,56,500નો દંડ કરવામાં આવેલ છે જેમાં ભાવનગર જિલ્લામાં 285 વાહન ડીટેઇન કરી રૂ.9,97,800 દંડ, અમરેલી જિલ્લામાં 573 વાહન ડીટેઇન કરી રૂ.5,84,400 દંડ તથા બોટાદ જિલ્લામાં 258 વાહન ડીટેઇન કરી રૂ.1,74,300 દંડ વસૂલવામાં આવ્યો છે.

 

 

ઈન્જેક્શન કે દવાના કાળા બજાર કરનાર સામે થશે કડક કાર્યવાહી

 

પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ દ્વારા ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લાના લોકોને અપીલ કરવામાં આવે છે કે ગુજરાત સરકાર દ્વારા કોરોના પોઝિટીવ તમામ દર્દીઓ માટે તમામ પ્રકારની દવાઓનો પૂરતો જથ્થો રાખવામાં આવેલ છે. તેમજ રેમડેસીવીર ઇન્જેક્શન તથા અન્ય કોઇ દવાઓની કાળાબજારી કરતા ધ્યાન ઉપર આવશે તો કાળાબજારીઓ વિરૂધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી આવા કાળાબજારીઓથી દૂર રહેવા તમામ નાગરીકોને અપીલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS