તળાજા તાલુકા ભાજપ મંડળ ગ્રુપમાં અશ્ર્લીલ ફોટા મુકાતા ચકચાર

  • April 04, 2021 12:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રુપમાં મુકાયેલા ફોટા,અને બાદ માં થતી કોમેન્ટ ના સ્ક્રીનશોટ પાડી વહેતા કરવામાં આવ્યા હતા!!
190 વ્યક્તિ ના ગ્રુપમાં તાલુકા અને જિલ્લાના મહિલા સહિત રાજકીય આગેવાનો છે.



તળાજા શહેર, તાલુકા અને જિલ્લા ભાજપમાં ગઇકાલે બપોરે ચકચાર મચી ગઇ હતી.કારણ હતું તળાજા તાલુકા ભાજપ મંડળ નામના ગ્રુપમાં ગ્રુપના સભ્ય દ્વારા એક જ પ્રકારના અશ્ર્લીલ પાંચ ફોટા મુકવામાં આવ્યા હતા.ગ્રુપ એડમીનને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રિમુવ કં છું.તેમ જણાવ્યું હતું. જોકે એડમીન જેમણે અશ્ર્લીલ ફોટા મુક્યા હતા તે ભાજપમાં શુ હોદ્દો ધરાવે છે,પું નામ પણ ખબર નહતી.

 


સોશિયલ મિડીયામાં વોટ્સએપ અને અન્ય ગૃપમાં આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે. આવી એક ઘટના તળાજામાં બની જેમાં તળાજા તાલુકાના ભાજપના એક વ્હોટ્સ એપ ગ્રુપમાં બની હતી.તળાજા તાલુકા ભાજપ મંડળ નામના ગ્રુપમાં રહેલા એક વ્યક્તિ એ એક જ પ્રકારના પાંચ અશ્ર્લીલ ફોટા મૂક્યા હતા. આ ગ્રુપ 190 વ્યક્તિનું બનેલું છે. ગ્રુપમાં તળાજા શહેર,તાલુકા અને જિલ્લાના ભાજપના વર્તમાન ,પૂર્વ હોદ્દેદારો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ છે અને મહિલાઓ પણ છે.

 


આ ગ્રુપના એડમીન અશ્ર્વિન જાનીએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે પોતે તાલુકા મંડળના મીડિયા ઇન્ચાર્જ છે.મહેશભાઈ નામના દેવલીના વ્યક્તિ છે જેમણે આ ફોટા મુક્યા છે. જોકે તેનો ભાજપમાં હોદ્દો શુ છે તે ખબર નથી તેમ જણાવ્યું હતું.

 


તાલુકાના જવાબદાર આગેવાનો સક્રિય થયા હતા
ભાજપના ગ્રુપમાં અશ્ર્લીલ ફોટા મુકવામાં આવતા જવાબદાર વ્યક્તિઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.આ કોણ છે તેવા સવાલો ઉઠ્યા હતા. કોઈ એ રડતો ચહેરો દેખાડ્યો હતો.થોડી જ વારમાં ચકચાર મચી હતી જેને લઈ જવાબદાર આગેવાનો સક્રિય થઈ ગ્રુપના બે વ્યક્તિઓએ રિપીટ કયર્િ હોય તે લોકોનો પણ કોન્ટેક્ટ કરેલ હોવાનું જાણવા મળ્યુ હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS