સુરતમાં રફ હીરા સાથે સંકળાયેલી પેઢી ૪૫ કરોડમાં કાચી પડી: વેપારીઓના રૂપિયા સલવાયા

  • August 27, 2020 10:56 AM 2468 views


સુરતમાં કોરોના મહામારી વચ્ચે અનેક હીરા પેઢી કાચી પડી અથવા હીરા વેપારી દ્રારા નાદારી નોંધાવી ઉઠમણું કરતા અનેક વેપારીના પિયા ફસાતા વેપારી સાથે હીરા બજારમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. ત્યારે ગતરોજ ૪૫ કરોડમાં સુરતના કતારગામ વિસ્તારની એક પેઢી કાચી પડતા સુરતના હીરા બજારમાં કેટલાક વેપારીના પિયા સલવાત હાહાકાર મચી જવા પામ્યો હતો.


સુરતના કતારગામમાં યુનિટ ધરાવતી એક ડાયમડં પેઢી કાચી પડી છે. સુરતના કતારગામમાં પેઢી ધરાવનાર અને રફ હીરાની ખરીદ–વેચાણના વેપાર સાથે મોટા પ્રમાણમાં સંકળાયેલી પેઢીના સંચાલકોનું આગળથી પેમેન્ટ નહીં આવતાં ઉઠમણાંની વાત વાયુ વેગે પ્રસરી છે. જેમાં ૭૦ ટકા જેટલું પેમેન્ટ દુબઈ અને બેલ્જિયમના ગુજરાતી વેપારીઓનું હોવાનું પણ સામે આવ્યું છે.


અંદાજે .૪૫ કરોડમા કાચી પડેલી આ પેઢી દ્રારા લોકલ વેપારીઓને માલ તેમજ પેમેન્ટના સ્વપે અન્ય વસ્તુઓની ચૂકવણી થઈ ચૂકી છે. કોરોનાના કારણે બહારગામથી આાવતું વેપારીઓનું પેમેન્ટ ડિલે થઈ રહ્યું છે . ૯૦ દિવસની પેમેન્ટ સાયકલ ૧૨૦થી ૧૮૦ દિવસ સુધી પહોંચી છે.


જેના કારણે મોટી કંપનીઓને આર્થિક ખેંચ પડી રહી છે. જોકે, કોરોના મહામારી વચ્ચે હીરા ઉધોગ બરાબર નથી ચાલતો અને આજ રીતે અનેક વેપારી ઉઠમણું કરી ચૂકયા છે ત્યારે આર્થિક નુકસાનને લઈને સુરતના હીરા બજારમાં વેપારીઓમાં ચિંતા છે. કારણકે કોરોના મહામારી છે અને અનેક વેપારી ઉઠમણું કર્યુ છે. ત્યારે વધુ એક વેપારી ના ઉઠમણાને લઇને આ ઉધોગ માં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application