રાજકોટમાં પતિની હેવાનીયતથી હોસ્પિટલ બિછાને પહોંચી પત્ની, જમવા બાબતે ઝઘડો થતા પતિએ ખુન્નસભેર પત્ની પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું

  • June 30, 2021 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતી 30 વર્ષની પરપ્રાંતીય મહિલાને પતિ સાથે રસોઈ બબાતે ઝઘડો થયા બાદ પતિ હેવાન બની ગયો હોય તેમ મારકૂટ કરી ખુન્નસભેર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ પતિ સામે જ ફરિયાદ કરતા પોલીસે આરોપીને સકંજામાં લઇ મહિલાનું મેડિકલ ચેકઅપ કરાવવા આવ્યું હતું.

 

આ ધૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ખોખડદળ નદીકાંઠા વિસ્તારમાં રહેતી 30 વર્ષની એક પરપ્રાંતીય પરિણીતાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો પતિ છેલ્લા કેટલાક વર્ષોથી નાની નાની બાબતોમાં ઝઘડો કરી તેને મારકૂટ કરતો હતો, શનિવારે રાત્રે પતિએ રસોઇ બનાવવાના મામલે ઝઘડો શરૂ કર્યો હતો અને પત્નીને ઢોરમાર માર્યો હતો.આટલેથી ન અટકતા રાત્રે પતિ હેવાન બની જઈ ફરીથી માર મારીને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતુ અને ત્યારબાદ મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. પતિએ આપેલા અસહ્ય ત્રાસથી મહિલાને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.બાદમાં પોલીસમથકે જઇ આપવીતી વર્ણવી હતી.

 

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,આ દંપતિ અગાઉ બિહારમાં રહેતું ત્યારે પણ પતિએ મારકૂટ કરતા પત્નીએ તેના વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી તેના પતિ સામે આઇપીસી 376, 377 અને 323 હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો અને મહિલાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS