રાજકોટમાં લગ્નની લાલચ આપી ત્યકતા પર દુષ્કર્મ

  • April 27, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કાલાવડ રોડ નજીક આવેલા વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા શખસે લની લાલચ આપી મૂળ ભેંસાણ પંથકની ત્યકતાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં અલગ અલગ સ્થળોએ લઈ જઈ છેલ્લા બે માસ દરમીયાન મહિલાને તેની ચાર માસની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી દૂષ્કર્મ આચરી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ તલુકા પોલીસ મથકમાં નોંધવવામાં આવી છે.

 


દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં રહેતી ત્યકતાએ તાલુકા પોલીસ મથકમાંનોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો જય ઉર્ફે જીગો ગૌતમભાઈ સોંદરવાનું નામ આપ્યુ હતુ.

 


ત્યકતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેની ચાર વર્ષની પુત્રી ઘર નજીક ભાગ લેવા જતી હોય જેથી આરોપી તેને રમાડતો હોઈ અને કયારેક ઘર સુધી મુકવા આવતો હોય તેની સાથે પરિચય થયો હતો.બાદમાં આરોપી જય ઉર્ફે જીગાએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી લની લાલચ આપી લ ના કરી છેલ્લા બે માસ દરમિયાન તેની ચાર વર્ષની પૂત્રીને મારી નાખવાની ધમકી આપી અલગ–અલગ સ્થળોએ લઈ જઈ દૂષ્કર્મ આચર્યાનું ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ દુષ્કર્મનો ભોગ બનનાર મહિલા મૂળ ભેસાણ પંથકની વતની હોવાનું માલુમ પડયું છે પતિ સાથે છૂટાછેડા થયા બાદ છેલ્લા ઘણા સમયથી તે રાજકોટમાં પોતાની દીકરી સાથે રહે છે.દરમિયાન આ શખસે આ મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચયુ હતું.આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ તાલુકા પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ ૩૭૬,૪૦૬, ૪૨૦, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.આ બનાવની વધુ તપાસ પી.એસ.આઈ પી.એમ.રાઠવા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS