રાજકોટમાં તા.1લી માર્ચથી સિનિયર સિટીઝન્સને કોરોના સામેની રસી અપાશે

  • February 27, 2021 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં આગામી તા.1લી માર્ચથી શહેરની 25 સરકારી અને 20 ખાનગી હોસ્પિટલોમાં 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સને કોરોના સામેની રસી આપવામાં આવશે. તદ્ ઉપરાંત 45થી 59 વર્ષની વય સુધીના અન્ય બિમારી ધરાવનારાઓને પણ રસીકરણ કરવામાં આવશે.

 

 

વધુમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, તા.1-1-2021ની સ્થિતિએ 45થી 59 વર્ષની ઉંમર ધરાવતા હોય તેમજ અન્ય રોગ ધરાવતા હોવાનું રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર હોય મતલબ કે કો-મોર્બીડિટી ધરાવતા હોય તેવા નાગરિકોને રસીકરણ કરવામાં આવશે. તબકકાવાર સરકારી દવાખાના, સીજીએચએસ તથા પ્રધાનમંત્રી યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ કરાશે. સરકારી દવાખાનામાં વિનામૂલ્યે રસી અપાશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં વહીવટી ખર્ચનો દર ા.100 વસુલાશે તેમજ ભારત સરકાર દ્વારા નકકી કરવામાં આવનાર રસીની કિંમત પણ લાભાર્થી પાસેથી વસુલાશે. મહાપાલિકાના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ત્રીજા તબકકામાં રસીકરણ અભિયાન માટે શઆતના તબકકે 45 હોસ્પિટલોમાં રસીકરણ કરાશે જેમાં 25 સરકારી હોસ્પિટલ અને 20 ખાનગી હોસ્પિટલ રહેશે. ઉત્તરોત્તર હોસ્પિટલોની સંખ્યામાં વધારો કરાશે. રસી માટે લાયક લાભાર્થી કોવિનપોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઈ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઈને નોંધણી કરાવી શકશે. નોંધણી માટે આધારકાર્ડ અને જો આધારકાર્ડ ઉપલબ્ધ ન હોય તો નિયત કરેલ ઓળખકાર્ડ પૈકી કોઈપણ એક ઓળખકાર્ડ તથા 45થી 59 વર્ષના કો-મોર્બીડ લાભાર્થીને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે.

 

 

રાજકોટમાં આજે બપોર સુધીમાં વધુ 15 કેસ: કુલ કેસ 16105
રાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે અને આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 16105 થઈ છે. ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. ગઈકાલે 1373 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી 55ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS