સાંજ સુધીમાં ઓકિસજનના ટેન્કર નહીં આવે તો રાજકોટની હોસ્પિટલોમાં કટોકટી

  • April 22, 2021 03:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તબીબો કલેકટર પાસે પહોંચ્યા, ચાર વાગ્યાથી રાત સુધીમાં રાજકોટને પૂરતા પ્રમાણમાં ઓકિસજનનો જથ્થો મળી જશે તેવી કલેકટરની ખાતરી: ૨૫૦ની સામે ૭૦૦ મેટિ્રક ટનની માંગ ઉભી થઇ, કટોકટીમાં પહોંચી વળવા હોસ્પિટલો પાસે ૨૦ ટકા જ સ્ટોક ઉપલબ્ધ

 


ઓકિસજનના બાટલા ની તીવ્ર અછત વચ્ચે જો આજે સાંજ સુધીમાં રાજકોટમાં ના ટેન્કરો નહીં આવે તો હોસ્પિટલોમાં ઓકિસજનની કટોકટી સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ ગંભીર પરિસ્થિતિના પગલે રાજકોટ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના તબીબો આજે કલેકટરને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા તબીબોની રજૂઆતને પગલે કલેકટરે જણાવ્યું હતું કે શહેરમાં ઓકિસજનની કટોકટી નહીં સર્જાય કારણ કે ઓકિસજન લઈને આવતા ટેન્કર ઓન ધ વે છે.

 


આ અંગે જાણવા મળતી વિગત મુજબ કોરોના ના કારણે ઓકિસજનના બાટલા મળવા અને હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બન્યા છે. ઓકિસજનની અછતથી દર્દીઓ પણ રઝળી રહ્યા છે ત્યારે આજે મેડિકલ ક્ષેત્રમાંથી એવી વાત સામે આવી હતી કે રાજકોટથી હોસ્પિટલોમાં આજે સાંજ સુધી ચાલે તેટલો જ ઓકિસજનનો જથ્થો છે, તેમની માંગને પહોંચી વળવા હોસ્પિટલના તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.

 


આ દરમિયાન જાણવા મળતી વિગત મુજબ આજે રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રેસિડન્ટ ડો. પ્રફુલ કમાણી, ડોકટર અતુલ પંડા, ડોકટર જય ધીરવાણી, ડોકટર ચેતન લાલચેતા, ડોકટર પારસ શાહ સહિતના તબીબો બપોરે બે વાગ્યે કલેકટર રેમ્યા મોહન પાસે પહોંચ્યા હતા અને ઓકિસજન ની અછત દૂર કરવા માટેની રજૂઆત કરી હતી.

 


આ બાબતે કલેકટરે તબીબોને ખાતરી આપી હતી કે બપોરે ચાર વાગ્યાથી ઓકિસજન સપ્લાય શ થઈ જશે. પ્રથમ ટેન્કર ૪:૦૦ કલાકે,૫.૩૦ કલાકે અને રાત સુધીમાં રાજકોટ ને જેટલા જથ્થાની જર છે તે મુજબનો ઓકિસજન મળી રહેશે. આ ડોકટર કમાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં પહેલા ૨૫૦ મેટિ્રક ટન ની જરિયાત રહેતી હતી જેની સામે હવે આપતો મેટિ્રક ટન ઓકિસજન ની માંગ છે, જો બપોરે ૪ વાગ્યા સુધીમાં ઓકિસજનનો જથ્થો નહીં મળે તો હાલમાં હોસ્પિટલો પાસે ૨૦ ટકા જેટલો સ્ટોક રાખવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS