રાજકોટમાં હાલ પૂરતી ઓક્સિજનની આફત ટળી પણ લાંબી લાઈનો યથાવત

  • April 25, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં 24 કલાકથી ઓક્સિજનની આફત ટળી છે પરંતુ ઓક્સિજન મેળવવા માટે લાંબી લાઈનો હજુ યથાવત છે. રાજકોટમાં 120 ઓક્સીજનની જરૂરિયાત સામે 100 ટન ઓકિસજન ની ફાળવણી કરવામાં આવી હતી. કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ ની જરૂરિયાત મુજબ અને ટેન્કની મયર્દિા મુજબ ઓક્સિજન આપવામાં આવ્યું છે. જો તંત્ર દ્વારા ઓક્સિજન વિતરણ માટેની કામગીરી હજુ મજબૂત બનાવે તો આ પ્રશ્ન ઉકેલાય તેઓ તબીબોએ જણાવ્યું હતું.

 

 

 

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી ઓક્સિજન ભયંકર તંગી સર્જાઈ હતી અને દર્દીઓના પ્રાણ બચાવવા માટે ડોક્ટરો પણ ચિંતામાં આવી ગયા હતા. એટલું જ નહીં ઓક્સિજનની મેળવવા માટે તબીબોએ રાત ઉજાગરા કરી શાપર અને મેટોડા સુધી ટેન્કરમાં બેસીને સિલિન્ડર મેળવવા માટે દોડધામ કરી હતી. દર્દીઓના સગા વહાલાઓ પણ લાંબી લાઈનમાં ઉભા રહીને બોટલ મેળવવા ઉભા રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ ઓક્સિજન માટે ના અઢળક મેસેજ શરૂ થયા હતા,

 

 


શહેરમાં ઓક્સિજનની તીવ્ર અછત પરિસ્થિતિ હળવી બને છે. ગઈ કાલે સાંજ સુધીમાં 100 ટન જેટલો ડીઝલનો જથ્થો મળ્યો હતો અને આજે સવારે પણ ઓક્સિજન આવ્યું હતું જ્યારે આજે સાંજ સુધીમાં વધુ ચાર જેટલા ટેન્કર આવી જશે તેવી ખાતરી કલેકટર તંત્ર દ્વારા આપવામાં આવી હતી.

 

 


ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ઓક્સીજનની જરૂરિયાત પૂરી કરવા માટે તંત્ર દ્વારા એજન્સી ફાળવવામાં આવી છે. જ્યારે ભાવનગર અને રિલાયન્સ માંથી આવેલો ઓક્સિજનનો જથ્થો સરકારી અને ખાનગી હોસ્પિટલોને આપવામાં આવ્યું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ હાલમાં તંત્ર દ્વારા જથ્થો ફાળવવામાં અમે રાહત અનુભવી રહ્યા છીએ. હોસ્પિટલમાં દર્દીઓની ક્ષમતા મુજબ ઓકસિજનનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો.

 

 


ઓક્સિજન લેવા માટે સંઘર્ષ ન થાય તે માટે ચારે એજન્સીઓમાં નાયબ કલેકટરઓ, મામલતદારો અને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ સંગ્રહખોરી કરતા ઝડપાશે તો તેની સામે કાનૂની પગલાં ભરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS