રાજકોટ જિ.પં.ની ચૂંટણીમાં કોંગ્રેસના 3, આપના 21, બસપાના 8 અને 4 અપક્ષે ડિપોઝિટ ગુમાવી

  • March 04, 2021 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિજેતા 36 ઉમેદવારો સહિત 71ની ડિપોઝિટ બચી ગઈ


ગયા રવિવારે યોજાયેલી રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકની ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું અને તેમાં 40 ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી છે અને વિજેતા 36 સહિત 71 ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવવામાં સફળ રહ્યા છે. બેઠકવાઈઝ જોઈએ તો આણંદપરમાં 4, આટકોટમાં 1, ભાડલામાં 2, બોરડી સમઢિયાળામાં 2, ચરખડીમાં 1, દડવીમાં 1, દેરડીમાં 1, જામકંડોરણામાં 1, કસ્તુરબાધામમાં 3, કોલીથડમાં 2, કોલકીમાં 1, કોટડાસાંગાણીમાં 2, કુવાડવામાં 1, લોધીકામાં 1, મોવિયામાં 1, પડધરીમાં 1, પાનેલી મોટીમાં 2, પારડીમાં 2, પેઢલામાં 1, સાણથલીમાં 1, સરપદડમાં 1, સરધારમાં 2, શિવરાજગઢમાં 2, શિવરાજપુરમાં 1, વેરાવળ અને વીંછિયામાં એક-એક ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી છે.

 


પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ ઉપરાંત એનસીપી, ડીએસપી, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પણ ઝંપલાવ્યું હતું. આમ આદમી પાર્ટીના 21, બસપાના 8, એનસીપીના 4, કોંગ્રેસના 3 અને અપક્ષ 4 ઉમેદવારો મળી 40ની ડિપોઝિટ ડૂલ થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS