રાજકોટ જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ ૫૮ વિરૂદ્ધ ગુનો નોંધાયો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નોવેલ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા જિલ્લા કલેકટર દ્વારા બહા૨ પાડવામાં આવેલા જાહે૨નામા છતાં હજુ પણ કેટલાક બેજવાબદાર લોકો જાહેરનામાનો અમલ કરવાના બદલે કારણ વગર રખડપટ્ટી કરતા જોવા મળે છે. તેમજ જિલ્લામાં હજુ પણ કેટલાક નાના મોટા વેપારીઓ પોતાની દુકાન ખુલ્લી રાખતાં હોય ત્યારે જાહેરનામાંનો રૂ૨લ પોલીસ કડકપૂર્વક અમલ ક૨વાના હેતુસ૨ આ નિયમોનો ભંગ ક૨ના૨ સામે ગુન્હા પોલીસ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી રહી છે. જિલ્લા પોલીસ વડાની સુચના થી રાજકોટ ગ્રામ્ય ના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જાહેરનામાના ભંગ બદલ પોલીસે અલગ અલગ વિસ્તા૨માં મળી કુલ ૫૮ સામે જાહે૨નામા ભંગ અંગેના ગુન્હા નોંધ્યા છે. તેમજ ગેરકાયદેસર રીતે રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનાર પોતે જેટલા વાહનો સામે એમ વી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.


રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા નોવેલ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા કેલકટર રાજકોટ તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં કડક અમલ કરાવવા માટે આદેશ આપ્યો હતો જેના પગલે જાહેરનામાનો ભંગ કરવા બદલ જીલ્લાના જેતપુર, ભાયાવદર, ઉપલેટા, વિછીયા, ભાડલા, આટકોટ, પાટણવાવ, લોધીકા,ધોરાજી, જસદણ, ગોંડલ સિટી તેમજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ તેમજ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ પોલીસ દ્વારા ડ્રોનની મદદથી તપાસ કરી પોતાના વિસ્તારમાં દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહ ને એકઠો કરી જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરેલ હોય જે તેવા ૫૮ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.સાથે સાથે રાજકોટ જિલ્લાની અલગ અલગ હદમાં ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે વાહન લઇને નીકળેલા ૭૬ વિરુદ્ધ એમ વી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS