42 વર્ષના પિતાનું સગીર વયની પુત્રી પર દુષ્કર્મ

  • April 06, 2021 02:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ રોડ પર આવેલી આવાસ યોજનામાં જઘન્ય બનાવ બન્યો: પત્ની રિસામણે ગયા બાદ હવસનો કીડો સળવળતા સગી દીકરીને માર મારી શિકાર બનાવી: બાળા ઘરકામ માટે જ્યાં જતી તેને પોતાની સાથે બનેલી આપવીતી કહેતા બનાવ સામે આવ્યો: નરાધમ સકંજામાં

 


શહેરમાં ખૂબ જ નિમ્ન અને હીનકક્ષાના કહી શકાય તેવા બનાવની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે. જેમાં સગા બાપે 16 વર્ષની પોતાની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ તાકીદે નરાધમને પોલીસે સકંજામાં લઇ લીધો છે. કાલાવડ રોડ પર આવેલી આવાસ યોજનામાં દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની રિસામણે જતા પાછળથી પિતાએ 16 વર્ષની દીકરી પર નિયત બગાડી તેની સાથે મારકૂટ કયર્િ બાદ ન કરવાનું કરી નાખ્યું હતું.બાદમાં પોતાની પાપલીલા છુપાવવા માટે દીકરીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે મામલે પોલીસે નરાધમ સામે દુષ્કર્મ,મારકૂટ તથા પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજી તરફ બનાવના પગલે હેવાનીયત આચરનાર આ શખસ સામે ફિટકારની લાગણી વરસી જવા પામી છે.

 


આ ધૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,કાલાવડ રોડ પર પાણીના ટાંકા નજીક આવેલી આવાસ યોજનામાં રહેતી 16 વર્ષની સગીરાએ અન્ય કોઈ નહીં પણ પોતાના જ સગા પિતા સામે દુષ્કર્મ આચયર્નિી ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના પગલે તાલુકા પોલીસે નરાધમ હરેશ નામના રીક્ષા ચાલક સામે આઈપીસીની કલમ 376 (3), 376 (2)એન,323,504,506 (2)તથા પોક્સો એક્ટ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ આ મામલે તપાસ મહિલા પોલીસ સંભાળી લઇ નરાધમને સકંજામાં લીધો હતો.
16 વર્ષીય સગીરાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના પિતા હરેશનું નામ આપ્યું છે સગીરા બે બહેન એક ભાઈના પરિવારમાં મોટી છે તેનાથી નાનો ભાઈ બાર વર્ષનો છે અને સૌથી નાની બહેન છ વર્ષની છે.

 

પિતા રીક્ષા ચલાવતા હોવાનું તેમજ સગીરા પણ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે પારકા ઘરમાં ઘરકામ કરતી હોવાનું માલુમ પડ્યું છે. સગીરાએ પોતાની ફરિયાદમાં પોતાની સાથે બનેલી આ ઘટના અંગેની હકીકતો વર્ણવતાં જણાવ્યું હતું કે, અઠવાડિયા પૂર્વે માતા-પિતા વચ્ચે ઝઘડો થયા બાદ તેની માતા રિસામણે ચાલી ગઈ હતી. બાદમાં તે તથા તેના ભાઈ બહેન પિતા સાથે અહીં આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા હતા.

 


દરમિયાન શનિવાર રાત્રિના પિતાએ તેની સાથે મારકૂટ કરી ગાળો આપી લાફા મારી બળજબરીપૂર્વક તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પોતાની પાપલીલાનો પદર્ફિાશ ના થાય માટે જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ પુત્રીને આપી હતી. સગા પિતાનું આ હેવાનિયતભર્યું રૂપ જોઇ બાળા આઘાતથી સમસમી ઉઠી હતી અને તે ગુમસુમ થઈ ગઈ હતી.

 


16 વર્ષની આ બાળા અહીં નજીકમાં જ રહેતા એક પરિવારના ઘરે ઘરકામ માટે જતી હોય તેને સૂનમૂન જોઈ આ બાબતે પૂછતાં તેણે પોતાની સાથે ઘટેલી આપવીતી વર્ણવી હતી. બાદમાં આ પરિવારે હિંમત આપતા સગીર બાળાએ આ મામલે સગા પિતા સામે ફરિયાદ નોંધાવવાની હિંમત કરી પોલીસ પાસે ગઇ હતી. પોલીસ પણ બાળાની હકીકત જાણી અચંબામાં મૂકાઇ ગઇ હતી. આ મામલે તાકીદે બાળાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપી એવા બાળાના સગા પિતા હરેશને સકંજામાં લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.જે. લાઠીયા ચલાવી રહ્યા છે.

 

હવસખોરે પુત્રી પર ત્રણ વાર દુષ્કર્મ આચર્યું
સગી દીકરી પર નિયત બગાડી તેનો દેહ અભડાવનાર નરાધમ રિક્ષાચાલક નશાની કુટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં આ નરાધમે સગીર વયની સગી દીકરી પર ત્રણ- ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બનાવના પગલે નરાધમ પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી છે.

 


પત્ની રિસામણે ગયા બાદ ઘરમાં કામના બહાને દીકરીને બોલાવી બદકામ કર્યું
આ ધૃણાસ્પદ બનાવ અંગે પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ હરેશે પત્ની સાથે મારકૂટ કરી હતી. જેથી તે જંગલેશ્વર રહેતા માવતરના ઘરે રિસામણે ચાલી ગઇ હતી અને પોતાની દીકરીને પણ સાથે લઇ ગઇ હતી. થોડા દિવસ બાદ ઘરે કામ હોવાનું કંઈ નરાધમ દીકરીને ઘરે લાવ્યો હતો અને બાદમાં તેની સાથે આ બદકામ કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS