કચ્છમાં ૫ દરોડામાં ૩૩ જુગારી ૩.૨૫ લાખના મુદ્દામાલ સાથે પકડાયા

  • August 01, 2020 10:25 AM 718 views


લખપત,સામત્રા,મુન્દ્રા અને ગાંધીધામમાં પોલીસે જુગારીઓ ઉપર તવાઇ બોલાવી
પૂર્વ–પિમ કચ્છમાં જુગારના પાંચ દરોડામાં પોલીસે ૩૩ જુગારીરોઓને ૨,૨૭,૧૯૫ની રોકડ રકમ અને ૨૩ મોબાઇલ બે ટોર્ચ તથા બાઇક સહિત કુલ રૂપિયા ૩,૨૫,૮૯૫ના મુદામાલ સાથે ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી.


લખપતના ભાડરા ગામે ગંજીપાના વળે જુગાર રમતા કરમશીભાઇ જુમાભાઇ પાયર, નાનજીભાઇ દેવજીભાઇ ભાંભી, અને સલીમ જુશબ રાયમાને ૬,૪૮૦ની રોકડ સાથે દયાપર પોલીસે પકડી લીધા હતા.
ભુજ તાલુકાના સામત્રા ગામની સીમમાં ધનજી મેઘજી લાધાણીની વાડીની બાજુમાં જુગાર તીનપતીનો રમતા ઉમરસગં લધુજી વાઘેલા, મહોબતસિંહ સામતસિંહ સોઢા, વનરાજસિંહ હેમુભા જાડેજા, વિનુભા ખીમુભા જાડેજા, ગુલાબસિંહ વેલુભા જાડેજા, કેશરીસિંહ હેમુભા જાડેજા, કુવરજી કેશરા વરસાણી, હીતુભા હેમુભા જાડેજાને ૨૧,૫૬૫ની રોકડ રકમ, ૧૫ હજારના ૬ મોબાઇલ અને એક ટોર્ચ સહિત ૩૬,૬૬૫ના મુદામાલ સાથે ઝડપી પાડી માનકુવા પોલીસે ગુનો નોંધ્યો હતો.


લખપત તાલુકાના કપુરાશી ગામે શીવ મંદિરની પાછળ તીન પતીનો જુગાર રમતા પ્રહલાદ હિતેશભાઇ વ્યાસ, સવાઇ કુંવરજીભાઇ બ્રાહ્મણ, પ્રહલાદભાઇ શંકરભાઇ બ્રાહ્મણ, સુરેશભાઇ મહેશભાઇ બુજડ (બ્રાહ્મણ), ઉત્તમ પુરાજી બ્રાહ્મણ, મહેશ બાબુલાલ કોલી, ચંદ્રેશ નરભાજી કોલી સહિત સાત જણાઓને ૧૧,૩૫૦ રોકડા રૂપિયા, ૧૫ હજારના સાત મોબાઇલ સહિત ૨૬,૩૫૦ના મુદામાલ સાથે નારાયણ સરોવર પોલીસે ઝડપી લીધા હતા.

 

  • મુન્દ્રાના મોટા કાંડાગરા નજીક વાડી પાસેથી ૭ ખેલીઓ ૧.૬૨ લાખની રકમ સાથે પકડાયા

મુન્દ્રા પોલીસે મોટા કાંડાગરા અને સીરાચા રાજુભા સતુભા જાડેજાની વાડી પાસે ગંજીપાનાનો જુગાર રમતા નિર્મળસિંહ નટવરસિંહ જાડેજા (ઉ.વ.૫૩ રહે ભદ્રેશ્ર્વર તા મુન્દ્રા) ગુલાબસિંહ માધુભા ચૌહાણ (ઉ.વ.૩૮ રહે સીરાચા)રાજુભા સતુભા જાડેજા (ઉ.વ.૪૩ રહે મોટા કાંડાગરા)વિનોદ કાનજીભાઈ મહેશ્ર્વરી (ઉ.વ.૩૬ રહે મોટા કાંડાગરા)ગણપતસિંહ ખેતુભા જાડેજા (ઉ.વ.૩૭ રહે ત્રગડી તા માંડવી)નવુભા ભીખુભા વાઘેલા(ઉ.વ.૫૦ રહે મોટા કાંડાગરા )ગુલાબ રવજીભાઈ આહીર (ઉ.વ.૪૩ રહે મોટા કાંડાગર) સહિત સાત શખ્સોને ૧,૬૧,૮૦૦ની રોકડ સાથે દબોચી લીધા હતા. અને તેમની પાસેથી ૧૦,૫૦૦રૂપિયાની કિમંતના ૬ મોબાઈલ ઉપરાંત ૬૦૦રૂપિયાની ટોર્ચ લાઈટ સમેત કુલ્લ ૧,૭૨,૯૦૦નો મુદામાલ કબ્જે કર્યેા હતો.


ગાંધીધામના સેકટર ૫ ના પ્લોટ નંબર ૭૧૩ માં રહેતા મોહન ખેતાભાઇ ચારણ પોતાના ઘરે બહારથી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગટું રમાડતા હોવાની બાતમીના આધારે ગત મધરાત્રે પોલીસે તેમના ઘરે દરોડો પાડી મુખ્ય સંચાલક મોહનભાઇ ખેતાભાઇ ચારણ, અશોક ખેતાભાઇ ચારણ, ચેતન શામજીભાઇ સથવારા, શનિ વસ્તાભાઇ સથવારા, પ્રકાશ રામજીભાઇ ચારણ, ભીમજી કાનજીભાઇ ચારણ, નરેશ મોહનભાઇ પ્રજાપતિ અને જીગર કરશનભાઇ ચાવડાને રૂ.૨૬,૦૦૦ રોકડ રકમ, રૂ.૩૨,૫૦૦ ની કિમંતના ૪ મોબાઇલ અને રૂપિયા ૨૫,૦૦૦ ની કિમંતની બાઇક સહિત કુલ રૂપિયા ૮૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application