પ્રભાસપાટણમાં મહિલા પીએસઆઇ ૩ વર્ષના બાળકને ઘરે રાખી ફરજ પર

  • May 22, 2020 12:21 PM 206 views

 દેશભરમાં કોરોના સંક્રમણના કારણે લોકડાઉન અમલમાં છે. પોલીસ સ્ટાફ દ્રારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવામાં આવી રહ્યું છે. પોલીસ તેમની અને પરિવારની ચિંતા કર્યા વગર લોકડાઉનના અમલ માટે તેમની ફરજ બજાવી રહ્યા છે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ પ્રભાસ-પાટણ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ.પ ી.વી.સાંખટ તેમના ત્રણ વર્ષના બાળકને ઘરે રાખીને ત્રણેય લોકડાઉનમાં નિષ્ઠાપુર્વક ફરજ બજાવી છે. પી.એસ.આઈ.સાંખટે તેમના ત્રણ વર્ષના પુત્ર પ્રતીકને તેમના પતિ સાથે ઘરે રાખી ત્રણેય લોકડાઉનમાં તાલાળા ચોકડી વેરાવળ ચેક પોસ્ટ પાસે મહિલા કોન્સ્ટેબલ સાથે ફરજ બજાવી હતી. અવર-જવર કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. નાઈટ ડ્યુટીમા પણ ફરજ બજાવી હતી.  લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે તેઓએ તેમના બાળક અને પરિવારની ચિંતા કર્યા વગર નિષ્ડાપુર્વક ફરજ બજાવી હતી. કોરોના વાયરસની મહામારીના મુશ્કેલ સમયમાં લોકોને ઘર માં રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ વિભાગ વધુ સમય ઘરની બહાર રહી તેમની ફરજ બજાવી હતી. પી.એસ.આઈ.સાંખટે જણાવ્યું હતું કે, મારા બાળક પ્રતિકને મારા પતિ સાચવે છે અને હું ફરજ બજાવું છું. હાલમાં તેઓ પેટ્રોલીંગની ફરજ બજાવી રહ્યા છે. પી.આઈ.પરમારના રાહબરી હેઠળ તેઓએ પ્રેરણાત્મક ફરજ બજાવી હતી. ત્રણ વર્ષના સંતાનને ઘરે રાખી ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ માટે ફરજપ્રત્યેનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application