પોરબંદરમાં ચાર લાખને ઉકાળો અને પોણા ત્રણ લાખને હોમીયોપેથીક દવા અપાઇ!

  • September 15, 2020 02:56 PM 119 views

પોરબંદર જીલ્લાની ૬ લાખની વસ્તીમાં ૪ લાખને ઉકાળો અને પોણા ત્રણ લાખને હોમીયોપેથીકની દવા આપવામાં આવી હોવાનો તંત્રએ દાવો કર્યેા છે.


સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદર તથા જીલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત હસ્તકના આયુર્વેદહોમિયોપેથી દવાખાના દ્રારા શહેરી તથા ગ્રામ્ વિસ્તારોના અમૃતપેય ઉકાળા, હોમિયોપેથી દવા તથા સંશમની વટીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે ૩.૯૬ લાખથી વધુ અમૃતપેય ઉકાળા, ર.૭૭ લાખથી વધુ હોમિયોપેથી દવા તથા ૧ર હજારથી વધુ સંશમની વટીનું ઘરે ઘરે જઇને લાભાર્થીઓને વિતરણ કરાયું છે. કોરોના મહામારીના સમયે લોકોની રોગપ્રતિકારક શકિત જળવાઇ રહે તે માટે હોસ્પિટલ દ્રારા સેવાનું આ અવિરત કાર્ય ધમધમી રહ્યું છે. સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મયોગીઓ તથા કવોરન્ટાઇન વિસ્તારોમાં પણ ઘરે ઘરે જઇને લોકોને વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application