પોરબંદર જીલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભગં કરતા ૨૮ શખ્સો ઝડપાયા

  • May 22, 2020 02:59 PM 145 views

પોરબંદર શહેર અને જીલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભગં કરતા ૨૮ શખ્સોને પોલીસે પકડી પાડયા છે. તે ઉપરાંત મોઢ માસ્ક બાંધ્યા વગર બાઇકમાં નિકળેલા ૧૦ ચાલકો સીસીટીવી કેમેરામાં કેપ્ચર થતાં ધરપકડ કરવામાં આવી છે.

  • જાહેરનામા ભગં બદલ ર૮ ની ધરપકડ

પોરબંદરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જીલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલ જાહેરનામા મુજબ મોઢે માસ્ક પહેરવું ફરજીયાત છે તેમજ સાંજે ૭ વાગ્યા પછી બહાર નિકળવું પ્રતિબંધીત છે આમ છતાં પોરબંદર શહેર અને જીલ્લામાં ર૮ જેટલા લોકો આ જાહેરનામાનો ભગં કરી રહ્યા હોવાથી પોલીસે અલગ–અલગ વિસ્તારોમાંથી તમામની ધરપકડ કરી છે.

  • બાઇક ચાલકોની ધરપકડ

દેગામ વણકરવાસનો શૈલેષ કારા સાદીયા, ખાપટનો જયેશ નાગા પરમાર, ઝુરીબાગ શેરી ન.ં ૧૪નો મોહન ગીગા ભુવા, વાડીયા રોડ ઉપર ડીએસપી ઓફીસ પાછળ રહેતો  વિજય શિવલાલ બદીયાણી, સુભાષનગરનો મિલન હરજી ચુડાસમા, છાંયા પંચાયતચોકી પાસે રહેતો અરજન દેવા આંત્રોલીયા, છાંયા નવાપરાનો રાહત્પલ સરમણ પરમાર, છાંયા રબારીકેડામાં કેનાલ પાસે રહેતો નરેન્દ્ર વસ્તા મકવાણા, નવઘણ માલદે ગોઢાણીયા, છાંયા નવાપરાનો મહેશ શકરા માવદીયા વગેરે મોઢા ઉપર માસ્ક બાંધ્યા વગર બાઇકમાં નિકળ્યા ત્યારે અલગ–અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં તમામની ધરપકડ થઇ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application