એક સેકન્ડમાં ડાઉનલોડ થશે 150 ફિલ્મો, ચીને બનાવ્યું વિશ્વનું સૌથી ઝડપી ઇન્ટરનેટ નેટવર્ક

  • November 18, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીને દુનિયાનું સૌથી એડવાન્સ ઇન્ટરનેટ નેટવર્ક બનાવ્યું છે. દાવો કરવામાં આવે છે કે તે હાલના નેટવર્ક કરતા અનેકગણું ઝડપી છે. ચીનની ટેક ઉત્પાદક કંપની હ્યુઆવેઇ અનુસાર, આ નેટવર્ક ૧.૨ ટેરાબાઇટ (૧૨૦૦ ગીગાબાઇટ્સ) પ્રતિ સેકન્ડની ઝડપે મુસાફરી કરી શકે છે. તે એટલું ઝડપી છે કે આ નેટવર્ક પરથી એક સેકન્ડમાં ૧૫૦ ફિલ્મો ડાઉનલોડ કરી શકાય છે.


જોકે, સામાન્ય લોકોને આ સ્પીડ ટૂંક સમયમાં મળશે નહીં. પરંતુ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ બીઝનેસ, સ્પીડ ડેટા ટ્રાન્સફર, સ્ટોક ટ્રેડિંગ ગૂડ્સ અને રાષ્ટ્રીય સુરક્ષા પર આ ટેકનોલોજીથી જબરદસ્ત અસર થશે. આ અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સમાં, હ્યુઆવેઇ અને ચાઇના મોબાઇલે સત્તાવાર રીતે દેશનું નેક્સ્ટ જનરેશન બેકબોન નેટવર્ક લોન્ચ કર્યું. બેઇજિંગની સિંઘુઆ યુનિવર્સિટી સર્નેટની પણ આમાં ભાગીદારી હતી. બેકબોન નેટવર્ક એ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જે વિવિધ ગીયોગ્રફીકાલ લોકેશન્સ પર ઈન્ટરનેટ ટ્રાફિકને ખસેડે છે. નવું નેટવર્ક બેઇજિંગ અને દક્ષિણ વચ્ચે ૧૮૦૦ માઇલ ઓપ્ટિક ફાઇબર કેબલ પર ચાલે છે, એક પ્રેસ રિલીઝ મુજબ નિષ્ણાતોના અનુમાનથી લગભગ ૨ વર્ષ પહેલા જ આ નેટવર્ક લોન્ચ કરવામાં આવી રહ્યું છે.


આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકામાં છે. શીએ અગાઉ કહ્યું હતું કે બેકબોન નેટવર્કનો વિકાસ દેશને સાયબર પાવર તરીકે સ્થાપિત કરશે અને કી ઈન્ટરનેટ ટેકનોલોજીને વેગ આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application