મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગના ૫૦ કેસ, ૬૬ વાહનો ડિટેઇન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લામાં કોરોના વાયરસ અંગે જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાં ભંગ કરનાર વ્યક્તિઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને જીલ્લામાં કુલ ૫૦ જાહેરનામાં ભંગના કેસ ઉપરાંત ૬૬ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.મોરબી જીલ્લામાં તા. ૨૧ ના રોજ જાહેરનામાં ભંગના ૩, તા. ૨૨ ના રોજ ૧૬ અને તા. ૨૩ ના રોજ ૩૧ સહીત કુલ ૫૦ જાહેરનામાં ભંગના કેસ કરવામાં આવ્યા છે તેમજ હોમ આઈસોલેશન જાહેરનામાં ભંગનો એક ગુન્હો નોંધવામાં આવ્યો છે.જયારે તા. ૨૧ ના રોજ ૧, તા. ૨૨ ના રોજ ૧૪ અને તા. ૨૩ ના રોજ ૫૧ એમ કુલ ૬૬ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે અને જાહેરનામાં ભંગ અને વાહન ડીટેઈન સહીત કુલ ૧૧૭ કેસો કરવામાં આવ્યા છે.પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે પોલીસને સંપૂર્ણ સહકાર આપો અને અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર ના નીકળો આમ છતાં કોઈપણ વ્યક્તિ નિયમ કે જાહેરનામાં ભંગ કરશે તો કાયદેસર કાર્યવાહી કરી ગુન્હો નોંધવામાં આવશે જેની નોંધ લેવા પણ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application