કુવાડવા ગામે એક સાથે 400 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ !!

  • April 10, 2021 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કુવાડવા ગામે એક સાથે 400 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા ના સમાચાર થી ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ તંત્રમાં પણ દોડધામ મચી હતી. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ બે દિવસ પહેલા એટલે કે ગુરુવારે કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં ગ્રામજનો અને કુવાડવા જીઆઇડીસી ના કામદારો માટે એન્ટીજન ટેસ્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળતી વિગત મુજબ વહેલી સવારથી મોડી સાંજ સુધી થયેલા ટેસ્ટ દરમિયાન અંદાજે 400 લોકો કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યો હતો. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો મોટો હોવાથી તેને બહાર ન આવે તે માટે સત્તાવાર રીતે જાણ ન કરાઈ હોવાની ચચર્ઓિ પણ ઊભી થઈ છે.

 

 

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ના દર્દીઓ ની સંખ્યામાં બેફામ વધારો થયો છે. ઠેર ઠેર એન્ટીજન ટેસ્ટના કેમ્પ યોજાઇ રહ્યા છે જેમાં સવારથી મોડી સાંજ સુધી ટેસ્ટ કરાવવા માટે લાંબી કતારો લાગી છે અને કેમ્પમાં ટેસ્ટ કરાવવવાં માટે લોકોમાં પણ જાગૃતતા આવી છે. આ દરમિયાન કુવાડવા સરકારી આરોગ્ય કેન્દ્રમાં બે દિવસ પહેલા કેમ્પ રાખવામાં આવ્યો હતો. ગ્રામજનો અને જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા કામદારો પોતાનો ટેસ્ટ કરાવી શકે તે હેતુથી કેમ્પ યોજાયો હતો.

 


જાણવા મળતી વિગત મુજબ ફેકટરીમાં કામ કરતા કામદારો અને ત્યાં જ રહેતા તેમના પરિવારજનો જાગૃતતા દાખવીને કેમ્પમાં ટેસ્ટ કરાવે તે માટે ઘણી ફેક્ટરીના માલિકો પોતે પણ ટેસ્ટ કરાવવા માટે ગયા હતા.

 


આ કેમ્પ દરમ્યાન દર દસમાંથી આઠ વ્યક્તિ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. સાંજ સુધી યોજાયેલ કેમ્પ દરમિયાન 400 જેટલા લોકો પોઝિટિવ આવ્યા હોવાની વાત કુવાડવા જીઆઇડીસી ના વર્તુળમાં ફેલાઈ હતી અને આ અંગે તેઓએ તંત્રને પણ જાણ કરી હતી. આંકડા નો ખેલ રમવામાં માહિર તંત્ર દ્વારા બે દિવસ પહેલા આ 400 જેટલી વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઈ હોવાની માહિતી પર પરદો નાંખવામાં આવ્યો છે કે કેમ તે અંગે ચચર્િ ઓ ઉભી થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS