કોટડાસાંગાણીમાં પતિએ પત્નીના માથામાં પથ્થરના ઘા મારી જીવલેણ હુમલો કર્યો

  • March 24, 2021 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડાસાંગાણીમાં પતિએ પત્નીને માથામાં પથ્થરના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મૂળ એમ.પીના વતની આદિવાસી યુવાને આ મામલે દાહોદમાં રહેતા પોતાના બનેવી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ નોંઘી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


જીવલેણ હુમલાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ કોટડાસાંગાણી પાસે ધર્મેશભાઈ બાબુભાઈ ભૂતની વાડીએ ખેત મજૂરીનું કામ કરનાર મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની સોમાભાઈ ભુરાભાઈ વાખળા (ઉ.વ ૪૦) નામના આદિવાસી યુવાને આ અંગે દાહોદના ગરબાડા જિલ્લાનાના નાહણી ગામે રહેતા પોતાના બનેવી શંકર પાંગળાભાઈ કટારા સામે ફરિયાદ નોંધાવતાં કોટડાસાંગાણી પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ ૩૦૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


આદિવાસી યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેની બહેન મહરા (ઉ.વ ૩૫) અને બનેવી વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હોય જેથી તેની બહેન હાલ કોટડાસાંગાણીમાં તેમની સાથે રહેતી હતી. દરમિયાન ગઈકાલે સવારે નવ વાગ્યાની આસપાસ શંકર આવ્યો હતો અને સાથે રહેવા બાબતે ઝઘડો કર્યો હતો. બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ શંકરે ઉશ્કેરાઇ જઇ મહારાની માથામાં પથ્થરનો જીવલેણ ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી જેથી હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પરિણીતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ લીધો ફોન જાણવા મળ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS