કોડીનાર પંથકમાં ખાનગી કંપનીના એકી સાથે ૭ કામદારોને કોરોના પોઝિટિવ આવતા ચકચાર

  • March 23, 2021 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનારનાં છારા-સરખડી ગામનાં દરિયાકાંઠે આકાર લઈ રહેલા શાપુરજી પાલોનજી ગ્રુપનાં સીમર પોર્ટમાં અનેક નાની મોટી કોન્ટ્રાક્ટ કંપનીઓ કામ કરે છે જે પૈકી એક કંપની માં કામ કરી રહેલા પરપ્રાંતિય વર્કરોમાં એકી સાથે સાત વર્કરોને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં અને કંપનીમાં કામ કરી રહેલા અન્ય કામદારોમાં દહેશત મચી જવા પામી છે.જોકે તંત્ર દ્વારા આ તમામ વર્કરોને તાત્કાલિક હોમ કોરોન્ટાઈન કરી તાત્કાલિક સારવાર ચાલું કરી છે.તેમજ જે જગ્યા પર કામ કરતા હતા તે સ્થળ પર ૩ દિવસ માટે કામ બંધ કારાવી અને ક્લોઝ કનેક્ટ વર્કરોની યાદી કરી તમામનાં રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.ત્યાર બાદ ૫૦ ટકા વર્કરોનાં ધોરણે કામ ચાલુ કરવા તંત્રએ આદેશ આપ્યો છે તેવું બ્લોક હેલ્થ ઓફીસરે જણાવ્યું છે.


કંપનીનાં કામદારોમાં કોરોના પ્રસરી ગયો હોવા છતાં ઝડપથી પોર્ટ ચાલુ થાય તે માટે ઝડપી કામ કરાવવાની લ્હાયમાં કંપની દ્વારા લોકોનાં આરોગ્યની પરવાહ કર્યા વગર જોરશોરથી કામ ચાલું જ છે. હવે તો તંત્ર દ્વારા સધન ટેસ્ટિંગ હાથ હાથ ધરાયા બાદ જ કેટલા લોકો માં કોરોનાનું સંક્રમણ ફેલાયું હશે..!!  તે ખ્યાલ આવશે હાલ આ કંપનીમાં પરપ્રાંતીય કામદારો સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં કામ કરી રહ્યા હોય તેમજ કંપનીનાં કામદારો કોડીનાર શહેરનાં વિવિધ વિસ્તારો અને સોસાયટી માં રહે છે.તેમજ શહેર ભરમાં બિન્દાસ્ત ફરી રહ્યા છે.ત્યારે નગરજનોમાં પણ ભય ફેલાયો છે..!! આ કંપની માં મોટા ભાગે ગુજરાત બહારથી લોકોની અવર જવર મોટો પ્રમાણમાં થાય છે અને અન્ય રાજ્યો માંથી આવતાની કોઈ તપાસ કે નોંધ પણ થતી નથી તેવું જાણવા મળ્યું છે ત્યારે આ કોડીનાર પંથકમાં કોરોના વિસ્ફોટની શકયતા નકારી શકાતી નથી.આ સ્થિતિ માં કંપનીનું કામ હાલ પૂરતું તંત્ર દ્વારા તાત્કાલિક સ્થગિત કરવામાં આવે તેવી નગરજનોમાં ભારે માંગણી ઉઠી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS