જૂનાગઢમાં ગરીબોને પોલીસ દ્વારા ભોજન-નાસ્તો અપાયો

  • October 28, 2020 11:34 AM 

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવી હતી. જે અનુસંધાને કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામાને કારણે લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે કપરાં સંજોગો સર્જાયા છે, ત્યારે આવા હેન્ડ ટૂ માઉથ લોકો માટે દિવસો કાઢવા દુષ્કર બનેલા છે. આવા સમયે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર ટ્રાફિકના પીએસઆઇ એ.સી.ઝાલા તથા સ્ટાફના બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા બંદોબસ્ત અને કાયદાના અમલ કરાવવાની સાથે આવા જરૂરિયાત મંદ લોકોને સામાજિક કાર્યકરોના સહકારથી જમવાનુ અને નાસ્તો પૂરો પાડી, અનોખી સેવા નો યજ્ઞ ચાલુ કર્યો છે.


જેમાં જુનગાઢ શહેરના સામાજિક કાર્યકર રજાકભાઈ હુસેનભાઈ હાલા અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ શહેર ટ્રાફિક શાખાના પીએસઆઇ અરવિંદસિંહ ઝાલા, હે.કો. પંકજભાઈ, સંજયભાઈ, ઝવેરગીરી, પો.કો. જયેશભાઇ, દેવેન્દ્રસિંહ, અશોકભાઈ, ટીઆરપી પવનભાઈ, ભાવિનભાઈ, સહિતના સ્ટાફ દ્વારા રેલવે સ્ટેશન તથા ફૂટપાથ ઉપર રહેતા મજૂરો, ભિખારીઓ તથા છોકરાઓને જમવાનું તથા નાસ્તો આપી, બંદોબસ્તની સાથે સેવાકીય કાર્યવાહી કરવામાં આવતા, ઝૂંપડામાં વસતા મજૂરો અને છોકરાઓ ભાવ વિભોર થયેલ હતા. પોલીસની સહિષ્ણુતા ભરી કામગીરીથી રેલવે સ્ટેશન તથા ફૂટપાથ ઉપર વસતા લોકોના માનસપટ ઉપર એક અલગ જ છાપ પાડી હતી. કોરોના ના કહેર સામે લડતા લોકોની પડખે રહી, લોક ડાઉન નો અમલ કરાવવાની બંદોબસ્તની કપરી કામગીરી ની સાથે સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જરૂરિયાત મંદોની સાથે રહી, મદદ કરવાની સેવાકીય કાર્યવાહી થી ઝૂંપડામાં વસતા લોકોને પણ કરોના વાયરસ સામે લડવાનું બળ પૂરું પાડવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS