જુલાઈ–ઓગસ્ટમાં દેશમાં ભયંકર ગતિથી કેસ વધશે

  • May 22, 2020 11:18 AM 840 views

લીવર અને સાયન્સ ઇન્સ્િટટૂટના ડાયરેકટર ડો.સરીનનો ચિંતાજનક અહેવાલ

દેશના લીવર એન્ડ સાયન્સ ઇન્સ્િટટૂટ ના ડાયરેકટર ડોકટર એસ કે સરીન દ્રારા ભારે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે અને એમણે એમ કહ્યું છે કે જુલાઈ–ઓગસ્ટમાં દેશમાં ભયંકર ગતિથી કેસમાં વધારો થશે. દિલ્હીના મુખ્યમંત્રી ને આ મહામારી ને ટેકલ કરવા માટે જે ખાસ સમિતિ ની મદદ અપાઇ છે તેના વડા તરીકે પણ ડોકટર કામ કરી રહ્યા છે.


તેમણે કહ્યું છે કે કમ્યૂનિટી ટ્રાન્સમિશન ત્યારે જ થાય છે યારે કોઈ પણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય છતાં તેને રોગ લાગુ પડી જાય. જો કે આપણા દેશમાં પણ આ ખતરો વધી ગયો છે કારણકે પરપ્રાંતિય મજૂરો હજારોની સંખ્યામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ થઈ ગયા છે અને લોકલ ચેપનો ખતરો વધી ગયો છે.


ડોકટરે સાફ શબ્દોમાં કહ્યું છે કે લોક ડાઉન કરવાથી સંક્રમણમાં વિલબં થઈ શકે છે પરંતુ તેને રોકી શકાય એમ નથી અને એટલા માટે જ જુલાઈ અને ઓગસ્ટના મધ્યભાગમાં દેશમાં ભારે જોખમી ગતિથી કેસમાં વધારો થવાનું જોખમ છે.


આ નિષ્ણાતં તબીબ એ એમ પણ કહ્યું છે કે મહામારીમાં સ્થિરતા ત્યારે જ આવશે યારે એક વ્યકિત માત્ર બીજી એક વ્યકિતને ચેપ લગાડે. જોકે અત્યારે તો એક દર્દી ૪૦૦ થી વધુ લોકોને ચેપ લગાડી શકે છે.


તેમણે કહ્યું કે અત્યારે આપણે મહામારી ના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ અને દરરોજ ૫૦૦ જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે આ સ્થિતિ દિલ્હીમાં છે ત્યારે આખા દેશમાં દરરોજ સેંકડો કેસો બહાર આવી રહ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હી સહિત દેશમાં વધી રહેલા કેસ ચિંતાની બાબત નથી પરંતુ જે રીતે મૃત્યુ નો દર વધી રહ્યો છે તે ખરેખર ચિંતાની બાબત છે અને તેને કંટ્રોલ કરવા માટે લોક ડાઉન માં વધારે છૂટછાટો આપવી જોઇએ નહીં.


અત્યારે દેશમાં એન્ટીબોડી ટેસ્ટિંગ ની ઝડપ વધારવા ની જર છે જેથી કરીને કેસની ઓળખ થઇ શકે અને સમયસર દર્દીને યોગ્ય સારવાર મળી રહે. અત્યારે ટેસ્ટિંગ ની વ્યૂહરચના માં સુધારો કરવાની જર છે અને લગભગ દરેક રાયમાં તેની ઝડપ વધારવા ની જર છે તો આ મહામારી સામે મક્કમતાથી લડી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application