જામનગરમાં મુખ્યમંત્રીએ કરી સમિક્ષા: વેકિસન લેવા અનુરોધ

  • April 17, 2021 10:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેર–જિલ્લાની સ્થિતિ અંગે બેઠકમાં સમિક્ષા કર્યા બાદ પત્રકારો સાથે કરેલી વાતચીત: સ્વૈચ્છિક લાકડાઉનના પગલાંને આવશ્યક ગણાવ્યંુ: દવા, ઈન્જેકશન, વેન્ટિલેટર, આકિસજન કોઈની કમી નહીં આવવા દેવા રાય સરકાર સંકલ્પબધ્ધ

 


જામનગર શહેર–જિલ્લામાં કોરોનાની વકરેલી મહામારીમાં છેલ્લા ૧૦ દિવસમાં સરકારી કોવિડ હાસ્પિટલમાં ૪૫૦થી વધુ મોત થયાં છે અને સંક્રમણમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે આજે જામનગર આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ પરિસ્થિતિની સમિક્ષા કરી હતી અને લોકોને વકિસન વહેલાથી વહેલી લઈ લેવા ભારપૂર્વક અનુરોધ કર્યેા હતો. સાથે સાથ એવી પણ હૈયાધારણા આપી હતી કે, મુશ્કેલીના સમયમાં રાય સરકાર પ્રજાની સાથે છે, ઈન્જેકશન, દવા, આકિસજન, વન્ટિલેટરની કમી આવવા દેશું નહીં. સંક્રમણને અટકાવવા લોકોને જાગૃત થવાની પણ એમણે અપીલ કરી હતી.

 


નિયત સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને આરોગ્ય સચિવ જયંતિ રવિ, રાયના મુખ્ય સચિવ સહિતનો કાફલો અહીંના વિમાની મથક ખાતે આવી પહોંચ્યા બાદ પરંપરાગત મુજબ મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાંથી સીધા જ તેઓ સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતાં.
જામનગરમાં સવારે ૧૧ કલાકે જિલ્લાના તમામ વરિ અધિકારીઓ તથા જીજી હાસ્પિટલના જવાબદાર તબીબો સાથે મુખ્યમંત્રીની સમિક્ષા બેઠક શરૂ થઈ હતી. એક કલાક સુધી ચર્ચા–વિચારણા ચાલી હતી. મુખ્યમંત્રી સમક્ષ તમામ ડટા રજૂ કરવામાં આવ્યો હતો અને શહેર–જિલ્લામાં સંક્રમણની શું સ્થિતિ છે? તથા ચાલી રહેલા સ્વૈચ્છિક લાકડાઉન સંબંધે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

 


બપોરે ૧૨ વાગ્યે મુખ્યમંત્રી દ્રારા પત્રકારોને સંબોધન કરવામાં આવ્યું હતું અને જામનગર શહેર–જિલ્લામાં વકરી રહેલાં કોરોનાને કાબૂમાં લેવા માટે તમામ નીતિ–નિયમોનું પાલન કરવા લોકોને અનુરોધ કર્યેા હતો અને સાથે–સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોરોનાના રાક્ષસને પરાજિત કરવા માટે વકિસન જ હાલમાં બ્રહ્મા છે.
આ ઉપરાંત એમણે કહ્યું હતું કે, કોરોના જે રીતે વકરી રહ્યો છે તેને જોતાં વધુને વધુ લોકો તમામ નીતિ–નિયમોનું પાલન કરે તે અતિ આવશ્યક છે, થોડી પણ બેદરકારી રાખવા જેવો સમય નથી. તમામ લોકોએ સાથે મળીને આ મહામારીનો સામનો કરવાનો છે.

 


એમણે હૈયાધારણા આપી હતી કે, મુશ્કેલીના સમયમાં કેન્દ્ર સરકાર અને રાય સરકાર પ્રજાની પડખે છે. ઈન્જેકશન, દવા, આકિસજન, વન્ટિલેટર જેવી કોઈ જરૂરી ચીજ–વસ્તુઓને ખૂટવા દેશું નહીં અને જેટલી માંગ હશે એ મુજબ તાત્કાલિક અસરથી રાય સરકાર દ્રારા  આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવશે.

 


અત્રે નોંધનિય છે કે, રાજકોટ ખાતે મુખ્યમંત્રીએ સ્વૈચ્છિક લાકડાઉનની અપીલ કરી હતી જોગાનુજોગ આજે મુખ્યમંત્રી જામનગરમાં છે અને સ્વૈચ્છિક લાકડાઉનનો બીજો દિવસ છે ત્યારે આ અંગે એમણે કહ્યું હતું કે, સ્વૈચ્છિક લાકડાઉનનો નિર્ણય આવકારદાયક છે અને કોરોનાના સંક્રમણને ઘટાડવામાં ઉપયોગી નિવડશે.

 


આજે વરિ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ, આરોગ્યના અગ્ર સચિવ જયંતિ રવિ, જિલ્લા સમાહર્તા રવિશંકર, એસપી દિપન ભદ્રન, મ્યુનિ. કમિશનર   સતીષ પટેલ, ડીડીઓ ડો.વિપિન ગર્ગ, જીજી હાસ્પિટલના ડીન ડો. નંદીનિ દેસાઈ, કોેવિડ હાસ્પિટલના નાડલ આફિસર ડો. એસ.એસ. ચેટર્જી સહિતના તબીબોની ટીમ અને અધિકારી વર્ગ હાજર રહ્યાં હતાં અને આ બેઠકમાં સંક્રમણને કાબૂમાં લાવવા માટે મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું તથા રાત–દિવસ અવિરત સેવા કરી રહેલાં તબીબોના વખાણ કર્યા હતાં અને એમની કામગીરીને બિરદાવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS