ભારત અને ગુજરાતમાં બે સાહ વધુ ભારે, કેસોની સંખ્યા વિક્રમગતિએ વધી શકે છે

  • October 28, 2020 02:04 AM 381 views

વિશ્વમાં કોરોના વાયરસના સાાહિક કેસોની વધતી સંખ્યા જોતાં ભારત અને ગુજરાતમાં હવે કોરોના વાયરસનું સંક્રમણ ૧૧માં સાહમાં પ્રવેશી રહ્યું છે. હાલ ૧૦મા સાહમાં કેસોની સંખ્યા ૪૧૨૫ થઇ છે જેમાં વિક્રમી ગતિથી વધારો થવાની સંભાવના છે.


રાય આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ચીનમાં પહેલા સાહમાં કેસોની સંખ્યા ૨૭૮ હતી જે ૧૨મા સાહ સુધીમાં ૮૨૯૩૦ થઇ હતી. બીજી સાહમાં ચીનમાં ૨૭૬૧ અને ત્રીજા સાહમાં ૧૭૨૩૮ કેસો થયા હતા. એવી જ રીતે યુએસએમાં પહેલા સાહમાં માત્ર ૧૧ કેસો હતા તે બીજા સાહમાં વધીને ૧૩ અને ત્રીજા સાહમાં વધીને ૧૫ થયાં હતા.


દુનિયાના મોટાભાગના દેશોમાં પહેલા અને બીજા સાહમાં કેસોની સંખ્યા સિંગલ ડિજીટમાં હતી પરંતુ ઇરાનમાં બીજા સાહમાં કેસોની સંખ્યા વધીને ૨૩૩૬ થઇ હતી. યુએસએ અત્યારે ૧૧મા સાહમાં પ્રવેશી ચૂકયું છે ત્યારે કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને ૨૭૩૮૦૮ થઇ છે, જે સમગ્ર દુનિયામાં સૌથી વધુ છે. કેસો વધવાની શઆત ૮મા સાહ પછી શ થઇ હતી.


ભારતમાં પહેલા સાહમાં માત્ર ત્રણ કેસ હતા જે ચોથા સાહ સુધી યથાવત રહ્યાં હતા પરંતુ પાચમા સાહમાં કેસો વધીને ૩૪ અને છઠ્ઠા સાહમાં કેસો વધીને ૧૦૧ થયાં હતા. ભારતમાં નવમા સાહમાં કેસો ૧૧૧૨ થયા હતા. પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે ૧૨મા સાહમાં કેસો વિક્રમ ગતિએ જોવા મળી શકે છે. ભારત, યુએસએ, ફ્રાન્સ, ઇટાલી, ઇરાન, સ્પેન અને ચીનમાં એકમાત્ર જાપાન એવો દેશ છે કે યાં કેસોની સંખ્યા એટલી બઘી વધી નથી.


ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. યંતિ રવિએ પણ કહ્યું છે કે ગુજરાતમાં લોકલ સંક્રમણ વધતાં ૧૦મા સાહમાં કેસોની સંખ્યા વધી છે. ૧૧ અને ૧૨મા સાહમાં વધારે સાવધાની રાખવાની આવશ્યકતા છે. ગુજરાતમાં એક જ દિવસમાં પહેલીવાર એકસાથે ૧૬ કેસો વધ્યાં છે અને કુલ પોઝિટીવ કેસ ૧૪૪ થયાં છે. જો કે ગુજરાતમાં મૃત્યુઆકં પણ સાથે સાથે વધી રહ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application