હાય...રે...કળિયુગ...!! હળવદમાં પુત્રએ પિતાને કુહાડીનો ઘા ઝીંકતા ગંભીર

  • June 30, 2020 12:36 PM 74 views

હળવદ શહેરમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પિતા-પુત્ર વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થતા પુત્રએ ઉશ્કેરાઈ જય પિતાના માથાના ભાગે કુહાડીનો ઘા મારી દીધો હતો જેને કારણે પિતાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે


બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ બસ સ્ટેશન ના પાછળના વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ગાંડુભાઇ પરમાર અને તેમના પુત્ર વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી જેથી પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી બાદ પુત્રએ ઉશ્કેરાઈ જય પિતાના માથાના ભાગે કુહાડીનો ઘા માર્યો હતો જેને કારણે કુહાડીનો ઘા લાગતાં હસમુખભાઈ ને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવારની વધુ જરૂર જણાતા તેઓને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતાં અને ત્યાંથી પણ રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.જોકે આ લખાય છે ત્યાં સુધી હળવદ પોલીસ મથકે આ બાબતનો કોઈ ગુનો દાખલ ન થયો હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application