ગોંડલમાં એક જ પરિવારના ત્રણ સભ્યોેને કોરોના ભરખી જતાં પરિવારનો માળો વિખાયો

  • May 12, 2021 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની સાથોસાથ કુદરત પણ ક્રૂર બનતો હોય તેવી ઘટના ગોંડલના ભાલાળા પરિવારમાં બનવા પામી છે ૧૨ દિવસના અંતરે જ વૃદ્ધ દંપતી બાદ નાના પુત્રનું નિધન થતા પરિવાર શોકમગ્ન બન્યો છે .
ગોંડલના બસ સ્ટેન્ડ પાસે કૃષ્ણનગરમાં રહેતા અને મર્કન્ટાઈલ બેન્કમાં ડેઈલી કલેક્શનનું કામ કરતા કેતનભાઇ ભાલાળાના પિતા ઘુસાભાઇ (ઉ.વ. ૭૨) કોરોનાથી સંક્રમિત થતા ગત તારીખ ૨૯ એપ્રિલના મોતને ભેટયા હતા પરિવાર હજુ ઘરના વટવૃક્ષ સમાન પિતાના નિધનના શોકમાંથી ઊગર્યો નહોતો ત્યાં જ માતા જમકુબેન (ઉ.વ.૬૮)ને કોરોનાની ભરખી જતા તેમનું તારીખ ૭ શુક્રવારના અવસાન થયું હતું. કુદરતને કાળજે હજુ ટાઢક ન પહોંચી હોય ત્યાં પરિવારના સૌથી નાના લાડકવાયા કેતનભાઇ (ઉ.વ.૪૩)નું કોરોના ના કારણે નિધન થતા પરિવારમાં કોણ કોને સાંત્વના આપે તેવી દુવિધા ઉભી થવા પામી હતી.


ભાલાળા પરિવાર પર અચાનક આવી પડે કાળ રૂપી આફત અંગે અનિલભાઈ ભાલાળા અને દિનેશભાઇ ભાલાળા એ જણાવ્યું હતું કે અમે સ્વપને પણ વિચાર્યું ન હતું કે અમારા પરિવારના ત્રણ ત્રણ સભ્યો માત્ર ૧૨ દિવસના ટૂંકા સમયમાં જ અનંતની વાટ પકડી લેશે હૃદય હજુ પણ માનવા તૈયાર નથી કે અમારા સાથે આવી ઘટના બની ગઈ છે, કેતનભાઇને સંતાનમાં એક દીકરો દીકરી છે અને માતા-પિતાની સાથે રહેતા હતા અમે પણ આજુબાજુના મકાનમાં જ રહીએ છીએ આમારા પરિવારને કોરોનાની નજર લાગી ગઈ હતી જેના કારણે પરિવારનો માળો વિખાઈ જવા પામ્યો છે પરિવારના ત્રણેય વ્યક્તિઓ માટે દવા દુઆ બધું જ કરી છૂટ્યા પરંતુ કશું જ કારગર ન નીવડ્યું.


માતા ને હોસ્પિટલમાં દાખલ કર્યા ના સમાચારથી કેતનભાઈ ને આઘાત લાગ્યો હતો માતા ના નિધન ના સમાચાર આપ્યા પણ ન હતા ,કોરોના બાદ બ્રેઇન સ્ટ્રોક આવ્યા કેતનભાઈ માતા-પિતા ની સાથે અનંતની વાટે નીકળી પડ્યા હતા અને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application