ગોવામાં પોઝિટિવિટી દર 41 ટકા, બંગાળમાં એક દિવસમાં 117 અને મહારાષ્ટ્રમાં 853 મોત

  • May 07, 2021 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાચલમાં આજથી કોરોના કરફ્યુ, રાજસ્થાનમાં પણ લોક ડાઉન



કોરોનાવાયરસ મહામારી હવે અલગ અલગ રાજ્યોમાં ભયંકર બની રહી છે અને રાજ્ય સરકારો ભારે ઉપાધિમાં મુકાઈ ગઈ છે કારણકે એમની પાસે આરોગ્યની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં રહી નથી અને આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગોવામાં પોઝિટિવિટી 41 ટકા પર પહોંચી ગયો છે.

 


એજ રીતે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ ભારે ગંભીર પરિણામો બહાર આવી રહ્યા છે અને બેફામ ગતિથી સાથે વાઈરસ ફેલાઈ રહ્યો છે અને દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બંગાળમાં 117 લોકોના મૃત્યુ થઈ ગયા છે.

 


બંગાળમાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રતિબંધાત્મક આદેશો લગાવી દીધા છે પરંતુ રાજ્યમાં કોરોના ફેલાવવાની પાછળ માત્ર અને માત્ર રાજકીય પક્ષો જવાબદાર રહ્યા છે.

 


એ જ રીતે મહારાષ્ટ્રની હાલત પણ ગંભીર બની ગઇ છે અને છેલ્લા 24 કલાકમાં 62000થી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 853 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં રસીકરણ થોડાક દિવસ બંધ થઈ ગયું હતું પરંતુ તેની ગંભીર અસર બહાર આવી છે અને હજારો કેસ જિલ્લાઓમાંથી બહાર આવી રહ્યા છે.

 


હિમાચલ પ્રદેશમાં પણ દરરોજ ભારે પતિ સાથે નવા કેસ બહાર આવી રહ્યા છે અને આજથી સમગ્ર રાજ્યમાં કોરોના કર્ફ્યુનો અમલ શરૂ થઇ ગયો છે અને માસ્ક નહિ પહેરવા બદલ મોટી રકમ ના દંડ કરવામાં આવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS