ગાંધીધામમાં યુવાને ઝાડમાં દોરી બાંધી ગળે ફાંસો ખાધો

  • October 28, 2020 02:04 AM 846 views

ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં ૩૭ વર્ષીય યુવાને ઝાડમાં દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના એ–ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
આ બાબતે પ્રા વિગતો મુજબ, ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં સુંદરપુરી વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષીય વીરમભાઇ કરશનભાઇ મુનેચાનો ગુરૂકુળ વિસ્તારમાં આવેલી આનંદમાર્ગ સ્કુલ નજીક લીમડાના ઝાડમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને મૃતદેહ રામબાગ હોસ્પિટલ પીએમ માટે મોકલાવ્યો હતો. આ બનાવમાં તપાસ કરી રહેલા પીએસઆઇ પી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક પુછપરછમાં મૃતક વિરમભાઇ માનસિક રીતે અસ્વસ્થ હતા અને તે જ કારણે તેમણે આ પગલું ભરી લીધું છે. આ બનાવમાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application