ડુમિયાણીમાં રાજીયાનાં ભાડૂતી સાગરીતોને પોલીસે કુકડા બનાવ્યા

  • June 04, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકાના ડૂમિયાણી ગામે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરતા તેનો ખાર રાખી ગામના શખસે ભાડૂતી માણસોને સોપારી આપી પ્રેમ લગ્ન કરનાર જીગરના પરિવારને સાફ કરવાના મનસુબાને પોલીસે પાણી ફેરવી મુખ્ય સુત્રધાર તેમજ તેમના સાગરિતોને ઝડપી આગવીઢબે સરભરા કરતા ગ્રામજનોએ પોલીસની પ્રશંસા કરી હતી.


વિગતો મુજબ બે વર્ષ પહેલા રાજેશ ઉર્ફે રાજીયો કુળજીભાઈ મણવર ઉ.વ.૫૯ રહે.૫૧ રહે.ડુમિયાણીની દીકરી દિપ્તીએ બે વર્ષ પહેલા ગામના જ પટેલ યુવાન જીગર અમૃતિયા સાથે પ્રેમ લગ્ન કરી લેતા રાજેશ ઉર્ફે રાજીયો રોષે ભરોયો હતો તેનો ખાર રાખી ગત તા.૩૦મીના રોજ દિપ્તી સાથે પ્રેમ લગ્ન કરનાર જીગરના મોટાબાપા ભૂપતભાઈ મોહનભાઈ મણવર પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે રાજીયો ઉર્ફે રાજેશ મણવર અગાઉના પ્લાન મુજબ વાંકાનેરના મુસ્લિમ શખસોને સોપારી આપી નંબર પ્લેટ વગરની ઈકો કાર લઈ ભૂપતભાઈ વાડીએ આવતા હતા ત્યારે રસ્તામાં રોકી ધોકા-પાઈપથી હુમલો કરતા ભૂપતભાઈના બન્ને પગ તથા ડાબા હાથમાં ફ્રેકચર થઈ ગયા હતા પોલીસે ભૂપતભાઈની ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં જ રાજીયો ઉર્ફે રાજેશને ઝડપી લઈ આગવી ઢબે સરભરા કરતા રાજીયો પોપટ બની ગયો હતો તેને જીગરના પરિવારને ખતમ કરવા વાંકાનેર અને ઉપલેટાના મુસ્લિમ ભાડૂતી માણસોને પચાસ હજાર રૂપિયા સોપારી આપ્યાની કબુલાત આપતા પોલીસ હરકતમાં આવી આરોપીનું પગેરૂ દબાવતા ભાડૂતી માણસોના મોબાઈલ લોકેશન આધારે વાંકાનેરમાંથી આફતાબ ઉર્ફે મુનો પંચરવાળો સ/ઓ મજીદભાઈ ખલીફા જાતે લઘડ ઉ.વ.૨૭ રહે. વાંકાનેર સંદરપુર કિસ્મત ગોલાવાળી શેરી રફીક મેઘપર વાળાના મકાનમાં મુળ રહે.સિલવર સોસાયટી ઉપલેટા, હુશેનખાન ઉર્ફે ભયુ યુસુફખાન આફેરજી જાતે પઠાણ ઉ.વ.૨૨ રહે.વાંકાનેર નવાપરા શેરી નં.૩, બિસ્મીલ અકબરભાઈ દિવાન જાતે ફકીર ઉ.વ.૨૩ રહે.નવી રાતીદેવડી તા.વાંકાનેરને ઝડપી લઈ તેના કબજામાંથી સફેદ કલરની ઈકો કાર કિ.દોઢ લાખ તેમજ મોબાઈલ નંગ ૪ કિ.રૂ.વીસ હજાર મળી કુલ મુદામાલ એક લાખ સીતેર હજાર સાથે ધરપકડ કરી ધરપકડ કરેલ હતી.


પકડાયેલા ત્રણેય મુસ્લિમ શખસોએ રાજેશ ઉર્ફે રાજીયાએ જીગરના પરિવારના તમામ સભ્યોને ખતમ કરી નાખવા રૂપિયા પચાર હજારની સોપારી આપી હોવાની કબુલાત આપી હતી. પકડાયેલા ત્રણેય ભાડૂતી માણસોને પોલીસે આગવી ઢબે સરભરા કરી બનાવ સ્થળે લઈ જઈ ત્યાંથી ડુમિયાણી ગામે આવી કુકડા બનાવી આરોપી પોપટ બની ગયા હતા અને નાના એવા ડુમિયાણી ગામમાં રાજીયો ઉર્ફે રાજેશ મણવર ઉપર ફિટકાર વરસી રહ્યો હતો.પકડાયેલા ત્રણેય શખસોને આજે રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજુ કરી આ બનાવમાં હજુ કોઈ સંડોવાયેલ છે કે કેમ તેમજ સોપારી કોના મારફત અને કેવી રીતે અપાઈ છે તે અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS