કોરોના સંકટ વચ્ચે Swiggyના કર્મચારી હવે સપ્તાહમાં 4 દિવસ કરશે કામ

  • May 04, 2021 08:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર દેશમાં કોરોનાને ધ્યાનમાં રાખીને લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. ઓફિસમાં પણ વર્ક ફ્રોમ ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે ઘણા રાજ્યોમાં હોટલો પણ બંધ છે અને ત્યાં ટેક અવેનો જ વિકલ્પ ખુલ્લો છે. જેના કારણે ઓનલાઇન ફૂડ ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે. તેવામાં ઓનલાઇન ફૂડ ડિલિવરી ફર્મ Swiggy દ્વારા કોરોનાના મુશ્કેલી સમયમાં તેના કર્મચારીઓને રાહત આપવામાં આવી છે.

 

 

સ્વિગિના કર્મચારીઓ  માટે હવે સપ્તાહના ચાર દિવસ જ વર્કિંગ રહેશે. સ્વિગિના એચઆર હેડ  દ્વારા આ વાતની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કર્મચારીઓને ઇમેઇલ પણ કરી દેવામાં આવ્યા છે.  

 

 

કર્મચારીઓને જાણ કરવામાં આવી છે કે તેઓ સપ્તાહના કયા ચાર દિવસ કામ કરવું છે તે નક્કી કરી અને જણાવી દે બાકીના દિવસોમાં તે આરામ કરે અને પરિવાર સાથે સમય પસાર કરે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS