કોરોના કેસ મામલે ભાવનગર સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં ટોપ ઉપર : સ્ફોટક સ્થિતિ

  • April 06, 2020 04:09 PM 256 views

ભાવનગરમાં વધુ બે કોરોના ૫ોઝીટીવ કેસ નોંધાયા છે. દિલ્હીથી પરત ફરેલા પોઝીટીવ કેસના મૃત્યુ પામેલા વૃધ્ધના જ સાળાના પત્ની અને ઘરકામ કરી રહેલા યુવક સહીત કુલ ૪ પોઝીટીવ આવતા ભાવનગર શહેરમાં કુલ ૧ર પોઝીટીવ નોંધાયા છે.


ભાવનગર શહેરના જોગીવાડની ટાંકી, ઇન્ડીયા હાઉસ ખાતે રહેતા હાજી અબ્દુલ કરીમ શેખનું દિલ્હીથી પરત આવ્યા બાદ તા.ર૬ માર્ચના રોજ કોરોના પોઝીટીવથી મોત નિપજયુ હતુ. ત્યારબાદ તેના જ પરિવારના ત્રણ કેસ પોઝીટીવ આવ્યા હતા. દરમ્યાનમાં વધુ બે કેસમાં મૃત્યુ પામેલા વૃધ્ધના સાળાના પત્ની જાહીદા પરબીન રફીકભાઇ નાગોરી (ઉ.વ.૩પ) અને તેના જ ઘરે રહેતા અવિનાશ વસાયા (ઉ.વ.૬)ને પણ પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્રારા બંને દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.


આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ દિલ્હીથી પરત ફરેલા કોરોના પોઝીટીવમાં મૃત્યુ પામેલા કરીમભાઇના પરીવારમાં જ અત્યાર સુધીમાં કુલ છ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ ઉપરાંત રવિવારે સાંજના સમયે પેન્ડીંગ કેસો પૈકીના શહેરના વધુ બે કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં દિવાનપરા રોડ કાઝીવાડમાં રહેતા ફારૂક અહેમદભાઇ કુરેશી (ઉ.વ.૪૮) અને વડવા, માઢીયા ફળીમાં રહેતા રસુલભાઇ મામદભાઇ રાઠોડ (ઉ.વ.૯૦) કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે. આ સિવાય બે મહીલા અને ચાર પુરૂષના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ એક મૃત્યુ સહીત ૧ર કેસ પોઝીટીવ નોંધાયા છે. જયારે જિલ્લામાં કુલ ૧૩ પોઝીટીવ કેસ સાથે બેના મૃત્યુ થયા છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application