ભૂજના સંસ્કારનગરમાં 15 વર્ષીય છાત્રએ ગળે ફાંસો ખાઇ લીધો

  • September 16, 2020 10:06 AM 869 views

 

મુન્દ્રાના કપાયામાં યુવાને ઝેરી દવા પી લઇ જીવનનો અંત આણી લીધો

 

ગાંધીધામ : ભુજના સંસ્કારનગરના યોગીરાજ પાર્કમાં રહેતા 15 વર્ષીય કિશોરે મંગળવારે સવારે કોઇ અગમ્ય કારણોસર પંખામાં દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો, જ્યારે મુન્દ્રાના મોટા કપાયામાં 20 વર્ષીય યુવાને પોતાના વાહનની ડીકીમાં રાખેલી ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર મળે તે પૂર્વે મોતને ભેટ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સંસ્કારનગર સ્થિત યોગીરાજ પાર્કમાં રહેતા યશ દિનેશભાઇ ખન્ના (ઉ.વ.15)એ મંગળવારે સવારે દસ વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા પર દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લેતા હતભાગીને તેના મામા નરેન્દ્રભાઇ ગૌરીશંકર રાજગોરે તાત્કાલિક સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યા હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ એ ડિવિઝન પીએસઆઇ પરમારે હાથ ધરી છે.પોલીસેના જણાવ્યા પ્રમાણે હાલ યશના આપઘાત પાછળનું કાઇ કારણ સ્પસ્ટ જાણવા મળ્યું નથી. પોલીસ બનાવ સંબધીત તપાસ ચલાવી રહી છે.

તો, આપઘાતનો બીજો બનાવ મુન્દ્રા તાલુકામાં બન્યો હતો. બુધવારે રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં તાલુકાના મોટા કપાયા ગામે રહેતા દિનેશ તુલશીભાઇ સથવારા (ઉ.વ.20) પોતાની સ્કુટીની ડીકીમાં રાખેલી ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેના પગલે આ યુવાનને મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાતાં હાજર પરના તબીબે હતભાગીને મૃત જાહેર કર્યો હતો.

મુન્દ્રા પોલીસે હતભાગી મૃતકના પિતા તુલસી મોહન સથવારા (ઉ.વ.55 રહે મોટા કપાયા) જાણ પરથી બનાવની નોંધ લઇને મુન્દ્રા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના સંદર્ભે તપાસનીશ પીએસઆઇ ભાવેશ ભટ્ટનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે મૃતકે અજાણ્યા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પરીજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application